પટના, તા.29
લોકસભા ચૂંટણીમાં હવે બીજા તબકકાના મતદાન માટે ઉમેદવારી પત્રક ભરવાનું શરુ થઇ ગયું છે તે સમયે જ ઇન્ડીયા ગઠબંધનના બે સાથી પક્ષો રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે બિહારમાં બેઠક સમજૂતી કરી લીધી છે અને રાજ્યની 40 બેઠકમાંથી રાજદ-26 તેમજ કોંગ્રેસ-9 બેઠકો લડશે.
જ્યારે બાકીની બેઠકો પર ભારતીય સામ્યવાદી પક્ષને 3, માર્કસવાદી પક્ષને 1 અને કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને 1 બેઠક ફાળવી છે. બંને પક્ષોએ કઇ બેઠક કોણ લડશે તે પણ નિશ્ચિત કરી લીધું છે.
હવે તેમાં ઉમેદવારો જાહેર કરાશે. બીજી તરફ પપ્પુ યાદવની પૂર્નિયા બેઠક પર રાજદે પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. બેઠક સમજુતી મુજબ તેમને ફાળે આ બેઠક આવી છે. અને તેના પર ટીપ્પણી કરતાં રાજદના પ્રવકતાએ કહ્યું કે, બેઠક સમજુતી પક્ષ વચ્ચે થાય છે. વ્યકિતગત નહીં આ જ રીતે ભાગલપુર બેઠક કોંગ્રેસને ફાળવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy