મક૨ : આત્મવિશ્વાસ એ જ તમા૨ી સફળતા છે, સતત મહેનત તમોને ટોચ ત૨ફ લઈ જશે, પરિવા૨ના સભ્યોનો સહકા૨ ૨હે.
વૃષભ : તમા૨ા નિર્ણયોમાં ચોકક્સ લાભ હશે, ઉત્સાહમાં વધા૨ો થવાનો, તમો ખુબ જ મહેનતુ છો, જેનો લાભ તો મળવાનો જ છે.
કુંભ : જુના પ્રશ્નોનું નિ૨ાક૨ણ આજના દિવસે શક્ય બને, મિલ્ક્તથી લાભ, શે૨ સટ્ટામાં જાળવવું, પ્રવાસ થાય.
મિથુન : પ્રભાવશાળી વ્યક્તિનો લાભ તમા૨ા વ્યવસાયમાં સફળતા અપાવશે, જુના કર્જના પ્રશ્નોથી ટેન્શન ૨હે, પ્રવાસ થાય.
તુલા : પ્રયત્નો ફળવાના, મનગમતી વ્યક્તિની મુલાકાત થવાની, નોક૨ીમાં બદલીના પ્રયત્નોમાં થોડી ધી૨જ કેળવજો.
મીન : બીજાના કાર્યમાં સમયનો વ્યય ન ક૨તાં, સ્થાનફે૨ શક્ય બને, અગાઉ ક૨ેલી બચત ઉપયોગમાં આવે, પ્રવાસ થાય.
કન્યા : બીજાની તકલીફોને સમજવાની કોશીષ ક૨જો, સ્થળાંત૨ની ઈચ્છા ફળવાની, ઉધા૨ી ધંધાને લઈને તનાવ ૨હે સ્વાસ્થય બાબત જાળવવું.
કર્ક : તમા૨ા વ્યવસાયમાં ટોચનું સ્થાન મેળવી શકો, તેવી તમા૨ી મહેનત છે, મહત્વની વ્યક્તિની મુલાકાતથી લાભ ૨હેવાનો.
વૃશ્ચીક : દિવસ ઉત્સાહજનક ૨હેવાનો, આવકનું પ્રમાણ વધવાનું, જુના મિત્રોની મુલાકાત લાભદાયક ૨હે, વિદેશથી લાભ.
મેષ : સ્વાસ્થ્ય બાબત થોડુ વધા૨ે ધ્યાન દેવુ પડશે, પરિવા૨માં માંગલીક પ્રસંગો ઉભા થાય, જોખમી કાર્યોથી દુ૨ ૨હેજો.
સિંહ : વધુ પડતા વિચા૨ોથી દુ૨ ૨હેજો, પરિવા૨ના સભ્યો સાથે યાત્રા પ્રવાસનું આયોજન થાય, સામાજિક કાર્યોમાં સફળતા.
ધન : બિનજરૂ૨ી વ્યક્તિ સાથે સમયનો વ્યય થવાનો, મિલ્ક્તના પ્રશ્નોમાં લાભની આશા ફળવાની, કર્જ ન ક૨વું.
મકર રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં સપ્તમેશ ચંદ્ર ધન રાશિમાં બારમા સ્થાનમાં રહીને ભ્રમણ કરી રહ્યો છે. ભાગીદારી કે જાહેર જીવનના કોઈપણ પ્રકારના લીગલી વિવાદમાં ઉતરવાને બદલે સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ રહે. દાંપત્યજીવનમાં વિવાદનિવારવોઇચ્છનીય ગણાશે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર દેહભૂવન પરથી પસાર થશે. જે સ્ટેમિના અપાવે. થાક્યા વગર કાર્યરત રહી શકાય. સપ્તાહના અંતભાગમાં ચંદ્ર પરિવાર સ્થાનમા શનિ પરથી પસાર થઈ રહ્યો છે. પરિવારમાં ધાર્મિક માહોલ જળવાઈ રહે. કૌટુંબિક સંપ-એકતાથી મન આનંદ અનુભવે. આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાન-યોગ -મેડીટેશનની મદદ લઈ શકો. એસિડિટી, બ્લડ, હાડકાંની સમસ્યા ધરાવતા જાતકોએ તબિયતમાં જાળવવું.નવમા સ્થાનનો સ્વામી બુધ આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જૂનથી રાશિ પરિવર્તન પામીને પાંચમા સ્થાનમાં પ્રવેશશે.હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરી શકો.ભાગ્ય ઉન્નતિ માટે નવીન તક સાંપડી શકે. કાળજીપૂર્વક કાર્ય પર ફોકસ રાખીને પુરુષાર્થમાં રહેવાથી આગામી સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત કરી શકાશે.
વૃષભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનના સ્વામી ચંદ્રનું પરિભ્રમણ આઠમાસ્થાનમાં થશે. બુદ્ધિગમ્ય વ્યવહાર કરીને વિલ-વારસાના પ્રશ્નો ઉકેલી શકો.વિજાતિય પાત્રોથી સાવચેતી રાખવી. બિનજરૂરી તથા આંધળા સાહસો નિવારવા.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર ભાગ્યસ્થાન પરથી પસાર થશે.ગણતરીપૂર્વક તથા બધા જ પાસાઓનો વિચાર કરીને લીધેલો મોટો નિર્ણય ફળદાયી નિવડશે.સપ્તાહના અંત ભાગમાં દશમા સ્થાનમાં રહેલા શનિપરથી ચંદ્ર પસાર થશે. અગત્યના કાર્યોમાં આળસ ત્યાગવી અનિવાર્ય બનશે.કર્મ ક્ષેત્રમાં નીતિમત્તા તથા પ્રમાણિકતાના મૂલ્યો જાળવીને કાર્યરત રહી શકશો. અન્ય લોકોને મદદ કરવાની ભાવના બળવત્તર બનતી જણાય.બારમે રાહુ-હર્ષલ વિવાદ-ઝગડાથી દૂર રહેવાનું સૂચવે છે.આ સપ્તાહના દરમિયાન બીજા તથા પાંચમા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને પ્રથમ સ્થાનમાં પ્રવેશશે. આર્થિક લિકવિડીટીમાં વધારો અનુભવી શકો. અટકેલી ઉઘરાણીઓ કે મળવાપાત્ર લાભો છૂટા થતા જણાય.બુદ્ધિ ચાતુર્યનો વિકાસ રહે.
કુંભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચંદ્રનું અગિયારમા સ્થાનમાં થશે. મિત્રો કે અજાણ્યા વ્યક્તિ ઉપર વધુ પડતો વિશ્વાસ રાખવો નહીં. આંધળા નાણાંકિય વ્યવહારો કે રોકાણ ન કરવા. સપ્તાહના મધ્યભાગમાં બારમાં સ્થાન પરથી ચંદ્ર પસાર થશે. અહી ચંદ્ર વિપરીત રાજયોગ રચશે. કોઈપણ નવા મોટા સાહસો કરતાં પહેલા જન્મના ગ્રહો પરથી યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું. હરીફોથી વિજય પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં દેહભુવનમાં રહેલા શનિ પરથી છઠ્ઠા સ્થાનનો સ્વામી ચંદ્ર પસાર થશે. નોકરી-સર્વિસ કરતા જાતકો માટે અનુકૂળ સમય ગણાય.કોઈ નવું લક્ષ્ય નિર્ધારિત કરી શકો. પરાક્રમ તથા કાર્યક્ષમતામાં વધારો રહે.આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જુનથી પાંચમા તથા આઠમા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને ચોથા સ્થાનમાં પ્રવેશશે.જુના શેરબજારના રોકાણ ફળદાયી નિવડતા જણાય. પ્રિયપાત્ર સાથે ગેરસમજ દૂર થતાં મન હળવું બને.આળસમાં સમય વ્યર્થ ન બગડે તે ધ્યાનમાં રાખવું.
મિથુન રાશિના જાતકોની નવા સપ્તાહની શરૂઆતમાં ધનસ્થાનના સ્વામી ચંદ્રનું ભ્રમણસાતમા સ્થાન પરથી થશે. જીવનસાથી દ્વારા યોગ્ય સહકાર પ્રાપ્ત થઇશકે.જાહેરજીવનમાં વિવાદાસ્પદ વિધાનોથી દૂર રહેવું ઇચ્છનીય ગણાય.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રઆઠમા સ્થાન પરથી પસાર થશે.આર્થિક બાબતો અંગે ચિંતા હળવી બને. અટવાયેલા નાણાં પરત પ્રાપ્ત કરી શકાય. ખાણીપીણીમાં ઠંડા તથા વાસી પદાર્થોથી દૂર રહેવું.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું ભ્રમણનવમા સ્થાનમાં રહેલા શનિ પરથીથશે. ધર્મ ભાવનાનો વિકાસ રહે. કાર્ય શક્તિમાં વધારો અનુભવી શકો. નવા-નવા કાર્યો શીખવા મનમાં ઉમંગ ઉદ્દભવે. નવા વિકસેલા સંપર્કો ધંધા-વ્યવસાયમાં ફાયદાકારક નિવડે. તારીખ 7 જૂનથી રાશિપતિ બુધ રાશ્યાંતર પામી બારમા સ્થાનમાં પ્રવેશશે.આકસ્મિક બનાવોથી સાવચેતી રાખવી જરૂરીબનશે. વાહન ચલાવવામાં, ગબડી પડવામાં, ઇલેક્ટ્રિક સાધનો ઓપરેટ કરવા જેવા મુદ્દાઓ અંગે સાવચેતી અનિવાર્ય બનશે. અગત્યના મુદ્દાઓમાં નિર્ણય લેતા પહેલા યોગ્ય નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.
તુલા રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં કર્મ સ્થાનનો અધિપતિ ચંદ્ર ત્રીજા સ્થાન પરથી ભ્રમણ કરી રહ્યો છે. કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે ધગશ તથા ખંત આવશ્યક હોય છે. આવા સમયે આળસ ત્યાગીને ઉત્સાહપૂર્વક પુરુષાર્થમાં મંડ્યા રહી શકો. મુસાફરી-યાત્રા ફળદાયી નીવડી શકે. આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જૂનથી બારમા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને આઠમા સ્થાનમાં પ્રવેશશે. વિપરિત રાજયોગને લીધે વ્યવસાય તથા સર્વિસના ક્ષેત્રે પ્રગતિ પામવા માટે સરસ તક ઉપલબ્ધ બની શકે છે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર ચોથા સ્થાન પરથી પસાર થશે. દશમા સ્થાનમાં મંગળ તથા શુક્ર ભ્રમણ કરી રહ્યા છે. આ કોમ્બિનેશન આપને શુભ ફળ આપી શકે. મિલકત વિષયક કોઈ વ્યવહાર સંપૂર્ણ બનાવી શકો. અર્થપ્રાપ્તિના આયોજન સફળ બનાવી શકો. સપ્તાહના અંત ભાગમાં પાંચમા સ્થાનમાં રહેલા શનિ પરથી ચંદ્ર પસાર થશે. વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થઇ શકશે. પ્રણય પ્રસંગોમાં જતું કરવાની લાગણી અપનાવવી.
મીન રાશિના જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં દશમા સ્થાન પરથી ચંદ્રનું ભ્રમણ મનોભાર હળવું બનાવે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર લાભ સ્થાન પરથી પસાર થશે. અહી મંગળ તથા શુક્ર સાથે પ્રતિયોગમાં ચંદ્રનું કોમ્બિનેશન શેરબજારમાં રોકાયેલા અથવા તો અન્ય કોઇ જગ્યાએ બ્લોક થઈ ગયેલાં નાણાં યોગ્ય વળતર સાથે મુક્ત કરાવી શકે. કર્મક્ષેત્રે શુભ સમાચાર મળી શકે. સમાજમાં તથા આપના ઘરમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા નવા કાર્યનો ઓર્ડર અથવા સહકાર પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં પંચમેશ ચંદ્ર બારમા સ્થાન પરથી શનિ સાથે રહીને પસાર થશે. સંતાનોની અંદર ધાર્મિક-આધ્યાત્મિક સંસ્કારોના રોપણ માટે શુભ વાતાવરણ મેળવી શકો. સાક્ષી, જામીનમાં અટવાયેલા હોય તો મુક્તિ મેળવી શકાય. આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જુનથી ચોથા તથા સાતમા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને ત્રીજા સ્થાનમાં પ્રવેશશે. વતનમાં રહેલી સંપત્તિ મિલકત વગેરેને લગતા કાર્યોપારપામી શકે છે. બુદ્ધિગમ્ય નિર્ણયો લઈને આગળ વધવાનો પ્રયત્ન કરી શકો.
કન્યા રાશિ જાતકોને લાભ સ્થાનનો સ્વામી ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં ચોથા પરથી પસાર થશે. મનોભાર હળવો બને. આનંદ-પ્રમોદમાં સમય પસાર થાય. મિલકતને લગતા અટકેલા કાર્યો આગળ વધી શકે. માતાની તબિયતમાં સુધારો અનુભવી શકો. આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જૂનથી રાશિ સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને નવમા સ્થાનમાં પ્રવેશશે. જાહેર જીવન તેમજ વ્યવસાયિક જીવનમાં પ્રતિષ્ઠા, માન-સન્માનમાં વધારો થઇ શકે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર પાંચમા સ્થાન પરથી પસાર થશે. અહીં મંગળ તથા શુક્રના પ્રતિયોગમાં ચંદ્રનું ભ્રમણ વિદ્યા-અભ્યાસ અંગે મિશ્ર પરિણામો આપી શકશે. સંતાનો તરફથી લાભકારક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. જન્મના ગ્રહોના આધારે શેરબજારમાં લાભાલાભ પામી શકાય.સપ્તાહના અંતભાગમાં ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં શનિ પરથી પસાર થઈ રહ્યો છે. મોસાળ પક્ષ સાથે મિલન-મુલાકાત અથવા અન્ય કોઈ રીતે સંપર્ક લાભદાયી નિવડી શકે.શેર-સટ્ટા તથા જોખમયુક્ત આર્થિક રોકાણ કરવાથી થોડો સમય દૂર રહેવું.
કર્ક રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્રનું ભ્રમણ છઠ્ઠા સ્થાન પરથી થશે. મોસાળ પક્ષ સાથે મિલન-મુલાકાત ફળદાયી નિવડી શકે. હરિફાઇમાં વિજય પ્રાપ્ત કરી શકો. સામે મીઠી વાણી બોલતા તથા પાછળથી હિતશત્રુઓનું કામ કરતા તત્વોથી સાવધાન રહેવું.આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જૂનથી ત્રીજા તથા બારમા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને અગિયારમા સ્થાનમાં પ્રવેશશે. વ્યાપારમાં અટકેલા આર્થિક વ્યવહારો આગળ વધતા જણાય. તેમ છતાં અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં રહીને જોખમ પૂર્વકના વ્યવહારો કરવાથી દૂર રહેવાનું સૂચવી શકાય છે. મિત્રો સાથે વધુ પડતાં વિશ્વાસમાં વર્તવું નહીં. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રચંદ્ર દાંપત્યસ્થાન પરથી પસાર થશે. અહીંથી તે સ્વસ્થાન પર દ્રષ્ટિ કરશે. માનસિક હળવાશ રહે.જીવનસાથી દ્વારા યોગ્ય સહકાર પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં આઠમા સ્થાનમાં રહેલા શનિ પરથીચંદ્ર પસાર થશે.વિળ વારસાના અન્ય હક્કદારો સાથે ઉગ્રતાપૂર્વકનો વ્યવહાર નિવારીને વિવેકપૂર્ણ રીતે કાર્યો કરવા ઇચ્છનીય ગણાય.
વૃશ્ચિક રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચંદ્રનું ભ્રમણ ભોજન સ્થાન પરથી થઈ રહ્યું છે. ખાનપાનમાં યોગ્ય તકેદારી કેળવવી ઇચ્છનીય ગણાય. મિજબાની-સ્નેહમિલનમાં મિષ્ટાનનો અતિરેક ન થાય તે જોવાનું રહેશે. સપ્તાહના મધ્ય ભાગમાં ભાગ્ય સ્થાનનો સ્વામી ચંદ્ર ત્રીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહીં સ્વપરાક્રમ દ્વારા ભગયોન્નતિ માટેના પ્રયત્નો કરી શકો. અહીં ચંદ્ર તથા મંગળ-શુક્રની પ્રતિયુતિ આપને ચોક્કસપણે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં સહાયક નિવડી શકે. સપ્તાહના અંત ભાગમાં કુંભના શનિ પરથી ચંદ્ર પસાર થશે. મન:સ્થાનમાં ચંદ્ર તથા શનિ થોડી હતાશા આપી શકે. માતૃપક્ષના કોઇ પ્રશ્ન અંગે મૂંઝવણ અનુભવી શકો. વાહન-મિલકતમાં સમારકામ ખર્ચ ઉદ્દભવી શકે. આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જૂનથી આઠમા તથા આગિયારમા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને સાતમા સ્થાનમાં પ્રવેશશે. વડીલોના સહયોગ દ્વારા વિલ વારસાના પ્રશ્નો ઉકલતા જણાય. આપની ફેવરમાં નિર્ણય આવી શકે. સામાજિક, વ્યવહારિક તથા નાણાંકીય લાભ પ્રાપ્ત કરી શકો.
મેષ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચંદ્રનું પરિભ્રમણનવમા સ્થાન પરથીથશે.ધાર્મિક કાર્યમાં વિશેષ વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત કરી શકો.જૂની કોઈ માનતા પુરી કરવાનો અવસર પામી શકો. આ સપ્તાહદરમિયાન તારીખ 7 જૂનથી ત્રીજા તથા છઠ્ઠા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને બીજા સ્થાનમાં પ્રવેશશે.વકૃત્વ ક્ષમતામાં વધારો થઈ શકે. સ્ટેમિના કાર્યક્ષમતા પ્રમાણે કાર્ય કરી શકો.સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું પરિભ્રમણદશમા સ્થાન પરથી થશે. લગ્નેશ સાથે ચંદ્રની પ્રતિયુતિ વ્યવસાય તથા ધંધાના સ્થાનમાં ફેરફાર કરવા અંગે અનુકૂળતા આપી શકે છે.માતાની તબિયતમાં સુધારો અનુભવી શકો. વતનના પ્રશ્નો ઉકેલવા માટે યોગ્ય સહયોગ મળતો જણાય.સપ્તાહના અંત ભાગમાં આગિયારમા સ્થાનમાં રહેલા શનિ સાથે ચંદ્રનું કોમ્બિનેશન માનસિક નિરાશા ઉત્પન્ન કરાવી શકે. વધુ પડતા દોડધામ તથા ઉજાગરાને લીધે થાક અનુભવી શકાય.શેરબજારમાં અવિચારી સાહસ કે રોકાણ કરવાથી દૂર રહેવું.
સિંહ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાનનો અધિપતિ ચંદ્રનું પરિભ્રમણ પાંચમા સ્થાન પરથી થશે. ભૂતકાળમાં કરેલા રોકાણોમાં યોગ્ય વળતર પ્રાપ્ત થતું જણાય. સંતાનોની પ્રગતિ દ્વારા મન આનંદ અનુભવી શકે.જાહેર જીવનમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી શકો. આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જૂનથી ધન તથા લાભ સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને દશમા સ્થાનમાં પ્રવેશશે.અટકતી ઉઘરાણી,ઈન્સેન્ટિવ કે મળવાપાત્ર લાભો પ્રાપ્ત થતાં નાણાંકીય આવકમાં વધારો અનુભવી શકો.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રછઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરીને વિપરીત રાજયોગ રચશે. અહીં તે બારમા સ્વસ્થાન પર દ્રષ્ટિ કરશે.વ્યયેશતરીકે ચંદ્ર અહીં શુભ માર્ગ પર ધન વ્યય કરાવી શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાનમાં રહેલા શનિપરથી થશે. કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે પુરુષાર્થની માત્રામાં વધારો કરવો અનિવાર્ય બનશે.સામાજિક તથા પારિવારિક કર્તવ્યનું સરળતાથી પાલન કરી શકો. મનમાં ઉઠતી જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટેનો અનુકૂળ સમય પણ મેળવી શકો.
ધન રાશિના જાતકોને સપ્તાહના પ્રારંભિક સમયમાં ભાગ્યેશ ચંદ્રનું ભ્રમણ આપની રાશિ પરથી થઈ રહ્યું હોવાથી મિત્રોના સહકારથી કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકો. માનસિક પ્રફુલ્લિતતા રહે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર પરિવાર સ્થાન પરથી પસાર થશે. અહી બળવાન મંગળ તથા શુક્ર સાથે ચંદ્રનું કોમ્બિનેશન થઈ રહ્યું છે. પરિવારમાં કુટુંબીજનો સાથે કોઈ વિવાદ ચાલતો હશે, તો તે ઉકેલવા તરફ આગળ વધી શકાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્ર ત્રીજા સ્થાન પરથી પસાર થશે. અહી ચંદ્ર તથા શનિની યુતિ કાર્યક્ષમતામાં વધારો કરાવી શકે.લેખકો તથા વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ ગણી શકાય. સ્વપ્રગતિ માટે કોઈ નવો માર્ગ શોધી શકો. આ સપ્તાહ દરમિયાન તારીખ 7 જૂનથી સાતમા તથા દશમા સ્થાનનો સ્વામી બુધરાશિ પરિવર્તન પામીને છઠ્ઠા સ્થાનમાં પ્રવેશશે. વ્યાપારના વિકાસ માટે નવી ભાગીદારી અથવા અન્ય શહેરોમાં ડેવલપમેન્ટ કેસર્વિસમાં બદલી કરાવવા ઇચ્છતા જાતકો માટે વિચારીને નિર્ણય કરવા યોગ્ય સમય ગણાય.