શેરબજારને ધૂળેટીના રંગ ન ચડ્યા: સેન્સેક્સમાં 400 પોઇન્ટનું ગાબડુ

India, Business | 26 March, 2024 | 05:09 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો આંચકો હતો. હેવીવેઇટ શેરોમાં આક્રમણકારી વેચવાલીથી સેન્સેક્સમાં 400 પોઇન્ટનું ગાબડુ હતું. મીડકેપ શેરો, જો કે, ઝળક્યા હતા.
શેરબજારમાં આજે માનસ નેગેટીવ હતું. વિદેશી માર્કેટની મંદી, વિદેશી સંસ્થાઓની વેચવાલી, માર્ચ વલણ તથા નાણાંકીય વર્ષના છેલ્લા દિવસો, સળંગ ત્રણ દિવસની રજા જોવા કારણોથી નવી લેવાલીમાં કે મોટા વેપારમાં રસ ઓછો થયો હતો.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે બે દિવસના જ ટ્રેડિંગ છે એટલે નિરસ માહોલ રહેવાની શક્યતા છે. આવતા સપ્તાહમાં નવા નાણાંકીય વર્ષ શરુ થતાં કારોબાર ફરી જોર પકડી શકે છે. શેરબજારમાં આજે ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યૂ સ્ટીલ, કોટક બેંક, મહિન્દ્ર, મારૂતી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ટાઇટન, એશીયન પેઇન્ટસ, પાવર ગ્રીડ, આઇશર મોટર્સ, વીપ્રોમાં ઘટાડો હતો.

ટાટા મોટર્સ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, બ્રીટાનીયા, અદાણી પોર્ટ, હિન્દાલકો જેવા શેરોમાં સુધારો હતો. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 402 પોઇન્ટના ઘટાડાથી 72429 હતો. તે ઉંચામાં 72705 તથા નીચામાં 72363 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 94 પોઇન્ટના ગાબડાથી 22002 હતો તે ઉંચામાં 22073 તથા નીચામાં 21947 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj