નવી દિલ્હી:
વિશ્વના સૌથી સાહસિક ઉદ્યોગપતિ તરીકે જાણીતા અને નંબરવન ધનવાન શ્રેણીમાં આવતા એલન મસ્કની કંપનીએ તેની કંપની ન્યુરાલીંક મારફત બ્રેઈન ચીફ પ્રોજેકટમાં સફળતા મેળવી છે અને આ પ્રકારે મગજમાં ચીપ ફીટ થયેલા એક વ્યક્તિ નાર્લોક આર્બોધ એ આ ચીપની મદદથી ઓનલાઈન ચેસની રમત રમી હતી.
એલન મસ્કની કંપની ન્યુરાલીંકએ બ્રેઈન ચીપ પ્રોજેકટમાં સૌથી આગળ છે તે બ્રેઈન ચીપની મારફત જેઓ શારીરિક માનસિક દિવ્યાંગ છે તે સામાન્ય વ્યક્તિની માફક જ તેની પ્રવૃતિ કઈ રીતે કરી શકે તે ભણી સંશોધન કરે છે જેના મગજના જ્ઞાનતંતુ શરીરના અન્ય ભાગો સાથે કમાન્ડ કંટ્રોલનું કામ કરવા અસક્ષમ હોય તેને માટે આ ટેકનોલોજી અત્યંત મહત્વની છે.
આ ચીપની મદદથી વ્યક્તિ વધુ ઝડપી વિચારી શકે છે. ખૂબજ ગુંચવણભર્યુ પણ વિચારી શકે છે અને તેનાથી શરીરના અન્ય ભાગોને પણ ક્માન્ડ મોકલીને કંટ્રોલ કરી શકે છે.
જો કે આ પ્રયોગ હજુ પ્રથમ તબકકામાં છે પણ જેમની કરોડરજજુમાં નુકશાનના કારણે અપંગતા કે તેવી વિકલાંગતા આવી હોય અથવા તે કવાડ્રિપ્લેઝીયા જેવી બિમારીમાં તે શારીરિક રીતે અસક્ષમ હોય તેને ચીપ મદદ કરે છે. આ વ્યક્તિએ કોમ્પ્યુટર સાથે ગેઈમ ખેલી હતી તેની ચાલ અદભૂત રહી જે ખૂબ જ વિચારીને ચાલ આગળ વધારતો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy