કાઉન્ટીંગ સેન્ટરમાં બેલેટ પેપરની મત ગણતરી માટે અલગથી હોલ ફાળવાશે

Local | Rajkot | 28 March, 2024 | 04:56 PM
સાંજ સમાચાર

 રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મત ગણતરી દર વખતની જેમ સરકારી ઈજનેરી કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ કાઉન્ટીંગ સેન્ટરની ગઈકાલે કલેકટર પ્રભવ જોશી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહીતના અધિકારીઓએ મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી. આ અંગે કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે બેલેટ પેપરથી મતદાન વધુ થવાની શકયતા છે. જેથી આ કાઉન્ટીંગ સેન્ટરમાં આ વખતે બેલેટ પેપરની મતગણતરી માટે અલગથી હોલ ફાળવવામાં આવશે. અહી એ ઉલ્લેખનીય છે કે કલેકટર પ્રભવ જોશીએ ગઈકાલે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એસ.પી.જયપાલસિંહ રાઠોડ, અધિક કલેકટર ચેતન ગાંધી અને અધિક કલેકટર (ચૂંટણી) મુછાર સાથે સરકારી ઈજનેરી કોલેજ ખાતે દોડી જઈ પ્રાથમીક સુવિધા વ્યવસ્થા સલામતી સહિતની બાબતોની તપાસણી કરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj