IPL માં ચેન્નાઈની વિજયી શરૂઆત : કેપ્ટન તરીકે ગાયકવાડનું પણ વિનીંગ ડેબ્યુ

India, Sports | 23 March, 2024 | 10:45 AM
બેંગ્લોરને હરાવ્યું: 174 રનનો લક્ષ્યાંક ચાર વિકેટ ગુમાવીને પાર કરી લીધો
સાંજ સમાચાર

ચેન્નાઈ,તા.23
ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય અને બે મહિના લાંબી આઈપીએલ ટુર્નામેન્ટનાં રંગારંગ પ્રારંભ સાથે પ્રથમ ઓપનીંગ મેચમાં સીઝનની ચેમ્પીયન ચેન્નાઈ સુપરકીંગે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે વિજયી શરૂઆત કરીને છ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું. કપ્તાન ડુપ્લેસીસે આક્રમક બેટીંગ સાથે તોફાની શરૂઆત કરી હતી.પરંતુ 34 રને આઉટ થયા બાદ એકાએક ટીમનો ધબડકો થઈ ગયો હતો. ડુપ્લેસીસે 35 રન કર્યા બાદ પાટીદાર તથા મેકસવેલ ખાતુ ખોલાવ્યા વિના તંબુ ભેગા થયા હતા.

કોહલી 21 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રીન પણ 18 રન જ બનાવી શકયો હતો ત્યારે બેંગ્લોર 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠુ હતું. આ તકે અનુજ રાવત અને દિનેશ કાર્તિક બાજી સંભાળીને તોફાની બેટીંગ કરી હતી અને ટીમનો જુમલો 173 રને પહોંચાડયો હતો.રાવતે 25 દડામાં 48 તથા કાર્તિકે 26 દડામાં 38 રન બનાવ્યા હતા. બન્નેએ 6ઠ્ઠી વિકેટમાં 50 દડામાં 95 રન ઝુડયા હતા.

174 રનનાં જીત લક્ષ્યાંક સાથે મેદાને પડેલ ચેન્નાઈ સુપરકીંગે 18.4 ઓવરમાં જ વિજય હાંસલ કરી દીધો હતો.કપ્તાન ઋતુરાજ ગાયકવાડ 15 રને આઉટ થયો હતો.રહાણે પણ તોફાની બેટીંગ કરવા લાગ્યો હતો અને 27 રન ઝુડયા હતા. રવિન્દ્રએ 37, મીચેલે 22 રન કર્યા હતા.

શિવમ દુબે 34 તથા રવિન્દ્ર જાડેજા 25 રને અણનમ રહ્યા હતા.18.4 ઓવરમાં જ 176 રન બનાવીને જીતનો ટારગેટ હાંસલ કરી લીધો હતો.દુબે અને જાડેજાએ 66 રનની અણનમ ભાગીદારી કરી હતી. ચેન્નાઈ વતી સૌથી વધુ ચાર વિકેટ મુસ્ફીઝુર રહેમાને ઝડપી હતી.

બેંગ્લોરનાં પરાજય છતાં તેના સ્ટાર બેટર વિરાટ કોહલીએ બેવડી સિધ્ધિ મેળવી હતી. આઈપીએલ કેરીયરમાં ચેન્નાઈ વિરૂધ્ધ 1000 રન પુરા કર્યા હતા ઉપરાંત ટી-20 ફોર્મેટમાં 360 ઈનીગ્સમાં 12000 રન પુરા કર્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj