દિનેશ કાર્તિકે પંજાબના મોઢે આવેલી જીત આંચકી લીધી : બેંગ્લોરનો પ્રથમ વિજય

India, Sports | 26 March, 2024 | 10:46 AM
કોહલીના શાનદાર 77 રન : દિનેશ કાર્તિકે અંતિમ ઓવરોમાં માત્ર 10 દડામાં 28 રન ઝુડયા
સાંજ સમાચાર

બેંગ્લોર, તા. ર6
આઇપીએલના સોમવારે રમાયેલા બેંગ્લોર અને પંજાબ વચ્ચેના દિલધડક મેચમાં વિરાટ કોહલી તથા દિનેશ કાર્તિકની શાનદાર રમતથી બેંગ્લોરે ચાર વિકેટે વિજય હાંસલ કર્યો હતો. દિનેશ કાર્તિકે પંજાબના મોઢા સુધી પહોંચી ગયેલો વિજય આંચકી લીધો હતો અને ટીમને ટુર્નામેન્ટની પ્રથમ જીત અપાવી હતી. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ લેવાનો નિર્ણય લીધો હતો. પંજાબ વતી કપ્તાન શીખર ધવન અને બેરસ્ટોની ઓપનિંગ જોડીએ રમતની શરૂઆત કરી હતી. બેરસ્ટો ઉપરાઉપર બે ચોગ્ગા ફટકાર્યા બાદ આઉટ થઇ ગયો હતો. બીજી વિકેટમાં ધવન અને પ્રભસિમરને 55 રન ઉમેર્યા હતા. ત્યારે પ્રભકિરણ આઉટ થઇ ગયો હતો. મેકસવેલે આ વિકેટ ઝડપી લીધી હતી

ત્યારબાદ પંજાબની વિકેટો નિયમિત રીતે ખડવા લાગી હતી. છતાં અંતિમ ઓવરમાં સશાંતસિંહે 8 દડામાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 21 રન ઝુડતા પંજાબનો જુમલો 6 વિકેટે 176 રન સુધી પહોંચી ગયો હતો. 177 રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાને પડેલી બેંગ્લોરની ટીમની શરૂઆત પણ ખરાબ જ  રહી હતી.

પ્રથમ જ ઓવરમાં કોહલીનો કેચ પડતો મૂકાયો હતો. પરંતુ સામા છેડે ડુપ્લેસી સહિતના ખેલાડીઓ સસ્તામાં ઉડવા લાગ્યા હતા. વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો અને રનનું પાટીયુ પડતું રાખ્યું હતું. સામાછેડે વિકેટો પડતી રહેતા બેંગ્લોર મુશ્કેલીમાં સપડાયું હતું. છેવટે કોહલી પણ 77 રને આઉટ થતા બેંગ્લોર પર પરાજયનો ખતરો મંડરાયો હતો.

ત્યારે દિનેશ કાર્તિકે આક્રમક રમત રમીને હારની બાજીને જીતમાં પલ્ટાવી નાંખી હતી. 10 દડામાં  3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન ફટકાર્યા હતા અને 19.2 ઓવરમાં 6 વિકેટે 178 રનનો જુમલો નોંધાવીને 4 વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj