જામનગર જિલ્લા સહકારી બેંકને રાજયની નં.1 બેંક બનાવવા પ્રયાસ: રાઘવજી પટેલ

Saurashtra | Jamnagar | 03 July, 2024 | 02:55 PM
સાંજ સમાચાર

જામનગર તા.3

ધી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી.ની વર્ષ 2024ની 6પમી વાર્ષિક સાધારણ સભા તા.29-06-2024 શનિવારના રોજ સવારે 11-00 કલાકે જામનગરના ઓશવાળ સેન્ટરના બેન્ક્વેટ હોલમાં બોલાવવામાં આવેલ હતી. આ વાર્ષિક સાધારણ સભા ગુજરાત રાજયના સહકારી કાયદા તથા મધ્યસ્થ સરકારના બેંકીંગના નિયમધોરણના કાયદાના પ્રબંધો અનુસાર રાખવામાં આવેલ હતી.

બેંકના ચેરમેન શ્રી જીતેન્દ્ર એચ.લાલ (જીતુભાઈ લાલ) ની અનુમતીથી બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અને ચીફ એકઝીક્યુટીવ ઓફીસર શ્રી અલ્પેશભાઈ મોલીયા દ્વારા આ સાધારણ સભાની કાર્યવાહી સભાના એજન્ડા પ્રમાણે હાથ ધરવામાં આવેલ હતી.

આ વાર્ષિક સાધારણ સભાની શરૂઆત પહેલાં બેંકના ડાયરેકટર ઈલેશભાઈ પટેલનું અવસાન થયેલ હોય ઉપસ્થિત તમામ લોકોએ બે મીનીટ મૌન પાળી સગતને શ્રધ્ધાંજલી પાઠવેલ.

સભાના એજન્ડા પ્રમાણે બેંકની બોર્ડ મિટીંગમાં બેંકની આખા વર્ષની કામગીરીઓ સબબ સહકારી કાયદા પ્રમાણે કરવાના થતાં જરૂરી અને અગત્યના ઠરાવોનું સાધારણ સભાના સભ્યોનું અનુમોદન અને બહાલી લેવા માટે વાંચન કરવામાં આવેલ અને દ2ેક ઠરાવના વાંચન પછી સભ્યો પાસેથી બહાલી માંગવામાં આવેલ હતી અને સભ્યોએ તમામ ઠ2ાવોને સર્વાનુમતે બહાલી આપી હતી.

આ 65મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના ડાયરેકટર અને રાજય સરકારના કેબીનેટ મંત્રી  શ્રી રાધવજીભાઈ પટેલ અને શ્રી મુળુભાઈ બેરા તથા માતૃસંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલનું સ્વાગત બેંકના ચેરમેન શ્રી જીતેન્દ્ર એચ.લાલ (જીતુભાઈ લાલ) દ્વારા ફુલહાર, હાલારી પાધડી પહેરાવી મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ. બેન્કના ડાયરકેટર અને ધારાસભ્ય હેંમતભાઈ ખવા, બેંકના વાઈસ ચેરમેન બળદેવસિંહ જાડેજા, મેનેજીંગ ડાયરેકટર ધરમશીભાઈ ચનીયારા, બેન્કના ડાયરેકટરશ્રીઓ, પૂર્વ ચેરમેનશ્રીઓ, પૂર્વ વાઈસ ચેરમેનશ્રીઓ, પૂર્વ મેનેજીંગ ડાયરેકટરશ્રીઓ, પૂર્વ ડાયરેકટરશ્રીઓ, ગુજકોમાસલના ડાયરેકટર, જિલ્લા સંધના ચેરમેન, તાલુકા સંધના ચેરમેનશ્રીઓ, દુધ સહકારી મંડળીના ચેરમેનશ્રીઓનું સ્વાગત બેંન્કના ઓફીસર્સ દ્વારા કરવામાં આવેલ હતું. 

બેંકના માન. ચેરમેન શ્રી જીતેન્ એચ.લાલ (જીતુભાઈ લાલ)દ્વારા સ્વાગત પ્રવચનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના સહકાર થી સમૃધ્ધિના સુત્રને સાર્તક કરવા આ બેંકના ચેરમેન તરીકે મારા પ્રયાશો રહેશે. આ વાર્ષિક સાધારણ સભાના બેંકના સભ્યો જોગ બેંકને વર્ષ 2023-24 ની વહિવટી અને નાણાંકીય કામગીરીઓ તેમજ સંસ્થાની અગત્યની બાબતો અને મુદાઓ જેમ કે બેંકના આગામી વર્ષોમાં વિકાસ અને પ્રગતિ અંગે લેવામાં આવનાર પગલાઓ અંગે સવિસ્તાર જાણકારી અને સમજ આપી હતી.તેમજ બેંકની નવી હેડઓફીસની ટ્રાન્સફરની મંજુરી જીએસસી બેંકમાંથી મેળવી બેંકનું નવું અતિ આધુનીક બીલ્ડીંગ બનાવવાની મંજુરી મેળવી જેમાં જીએસસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ બેંક મારફતે સંપૂર્ણ સાથ સહકાર આપે તેવી વિનંતી કરી હતી.

બેંકના ડાયરેકટર  અને ગુજરાત સરકારના કેબેનીટ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલ તેમના ઉબોધનમાં જણાવેલ કે સમગ્ર દેશમાં સહકારની પ્રવૃતિ ખુબ જ સારી રીતે કાર્યરત છે. સહકાર ક્ષેત્રથી દેશના ખેડુતો,  મંડળીઓ, દુધ સહકાર મંડળીઓ  સધ્ધર બને તેવા પ્રયાસો આપણે કરવાના છે ખાસ આપણી બેંક સહકાર ક્ષેત્રે ગુજરાતમાં નં.1 બને તેવા પરીશ્રમ આપણે કરવાના છે. 

ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ જે રીતે ગુજરાતમાં તમામ કો.ઓ.બેંકને વિકાસલક્ષી માર્ગદર્શન સાંપડે છે ત્યારે આપણી જામનગર  ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક પણ સહકાર  ક્ષેત્રે ખુબ જ આગળ લઈ આવવા આપણા ચેરમેન જીતુભાઈ લાલ કે જે સજજન અને સરળ, કોઈ વિવાદ વગર  બેંકના હિત માટે પ્રયત્ન કરે છે આપણે સૌ ડાયરેકટરો, જીલ્લા સંધ, તાલુકા સંધ, એ.પી.એમ઼સી.ઓ., દુધ સહકાર  મંડળીઓ, ખેડુતો અને બેંકના કર્મચારીગણ તેમને સાથ સહકાર  આપી આપણી બેંકને વધુમાં વધુ સમૃધ્ધ બનાવવાની છે.

બેંકના ડાયરેકટર  અને ગુજરાત સરકારના કેબેનીટ મંત્રી મળુભાઈ બેરા  તેમના ઉબોધનમાં જણાવેલ કે જામનગર  ડિસ્ટ્રકટ બેક જે ઉચ્ચતર  ક્ષેત્રે છે તેનો શ્રેય ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલના શીરે  છે. 

આપણા દેશના વડાપ્રધાન નરેન્ભાઈ મોદી અને સહકાર ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજય સરકાર  દ્વારા ગુજરાતમાં સહકારી ક્ષેત્રને ખુબ જ ઉંચાઈએ લઈ જવા અને ખેડુતો, પશુપાલકો વધારે સમૃધ્ધ બને તેવા પ્રયાસો આપણે આપણી બેંક માટે એક સાથે રહીને કરવાના છે. 

આપણી બેંકમાં ખેડુતો, મંડળીઓ, દુધ સહકારી મંડળીઓ વધુમાં વધુ જોડાઈ તેવી કામગીરી આપણે કરવાની છે. ગામમાં મંડળીઓમાં જ બધી પ્રવૃતિઓ થાય તેવી કામગીરીઓ આપણે કરવાની છે. આપણી બેંકનો વહીવટ ચેરમેન, વાઈસ ચેરમેન, મેનેજીંગ ડીરેકટર સારી રીતે ખેડુતોને અને સહકારી ક્ષેત્રને આગવું સ્થાન આપે તેવી અપેક્ષા રાખુ છું.

માતૃ સંસ્થા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે તેમના ઉબોધનમાં જણાવેલ કે જામનગર  ખાતે જામનગર  ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા જે અવસર મળ્યો તેવી આનંદની લાગણી અનુભવુ છું. 

અત્યારે  દેશમાં અને રાજય સરકારમાં ઈકોનોમી વધારવા સહકાર ક્ષેત્રના માધ્યમથી આપણી કો.ઓ. બેંકોની ભુમિકા ખુબ જ મહત્વની છે. રાજયના તમામ ગામોમાં દરેક ખેડુતો, પશુપાલકો, માછીમારોના ખાતાઓ કો.ઓ.બેંકમાં જ હોવું જરૂરી છે.

આપણે વધુમાં વધુ ખાતાઓ, ડીપોઝીટો, ધીરાણો કો.ઓ.બેંકમાં લઈ આવશું તો ભવિષ્યમાં સ્ટેટ બેંકથી પણ વધુ સારો નફો મેળવી શકીશું તે માટે જામનગર ડિસ્ટ્રીકટ બેંકના હોદેદારો, ડાયરેકટરો, બેંકના કર્મચારીઓ અને તમામ પ્રકારની મંડળીઓએ એક્તા સાથેનું કામ કરવું પડશે જેનાથી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકનો ખુબ જ સુંદર વિકાસ થઈ શકશે. 

જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જીતુભાઈ લાલે બેંકના વિકાસ અર્થે ધણાં મુદાઓ આપેલ છે જે ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના માધ્યમથી ચોકક્સ પણે બેંકના વિકાસ અર્થે તમામ સાથ સહકાર  મળશે તેવી ખાત2ી આપુ છું.

આ વાર્ષિક સાધારણ સભામાં સરકાર દ્વારા શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેકટ અંતગર્ત ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા જામનગર -દેવભૂમિ  દ્વારકા જિલ્લાની તમામ બ્રાંચોમાં આ પાયલોટ પ્રોજેકટની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે જેમાં બેંકના પાયલોટ પ્રોજેકટના નોડલ ઓફીસર  જે.ડી.ચાવડાએ પ્રશંશનિય કામગીરી  કરેલ અને ભાટીયા ગામની બ્રાંચે ખુબ જ સુંદર અને ખુબ જ વ્યસ્ત રહી બેંકની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ બેંકના પ્યુન હિતેશભાઈ ગોસાઈએ બેંકની હંમેશા અવિરત સેવા કરી જરૂર પડયે મોડી રાત્રી સુધી પણ પોતાની જવાબદારીથી બેંકની કામગીરીઓ કરેલ તે બદલ ઉપરીરોક્ત તમામને બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. આમ અગ્રગણ્ય સહકારી નેતાઓના સંબોધન પછી ઈ.ચા.જનરલ મેનેજર અલ્પેશભાઈ મોલીયા તરફથી આભાર વિધિ કરવામાં આવેલ અને આ સહકારી સંમેલનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj