પટનામાં મેટ્રો માટે કામ કરતી ક્રેન અને રીક્ષા વચ્ચે ભીષણ અકસ્માત: સાતના મોત

Business | 16 April, 2024 | 03:48 PM
સાંજ સમાચાર

પટના, તા.16
પટનામાં મેટ્રો માટે કામ કરતી ક્રેન અને રીક્ષાની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા હતા. રીક્ષામાં આઠ લોકો સવાર હતા. આ ઘટના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા બાયપાસમાં બની હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટીનો માહોલ ફેલાઈ ગયો હતો. 

ઘટના અંગે ટ્રાફિક ડીએસપીએ જણાવ્યું કે, મીઠાપુરથી ઝેરોમાઈલ તરફ એક રીક્ષા જઈ રહી હતી, જેમાં આઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા. બીજી તરફ મીઠાપુર પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. આ ક્રમમાં રીક્ષા મેટ્રો ક્રેન સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોના હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનામાં મોતિહારી, રોહતાસ અને નેપાળના લોકો પટના જંક્શનથી નીચે ઉતરીને ઝીરો માઈલ સ્થિત બસ સ્ટેન્ડ તરફ રીક્ષા દ્વારા જઈ રહ્યા હતા. આ અકસ્માત રામકૃષ્ણનગર બાયપાસ પર થયો હતો.

મૃતકોની ઓળખ મોતિહારી જિલ્લાના સેમરા સાકરદિરાના રહેવાસી પિંકી શરણ (28), અભિનંદન (5), નેપાળના જલેસર ધામના રહેવાસી લક્ષ્મણ દાસ અને રોહતાસ જિલ્લાના પ્રેમપુર પટારી ગામના રહેવાસી ઉપેન્દ્ર કુમાર બેથા તરીકે થઈ છે. અન્ય ત્રણ મૃતકોની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. પિંકી શરણ પટનાના અનીસાબાદમાં ટેમ્પોમાં સવાર થઈ હતી.

જ્યારે ઉપેન્દ્ર કુમાર બેઠા બસ સ્ટેન્ડ પાસે ટેમ્પોમાં બેઠા હતા.  ટેમ્પોનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ટ્રાફિક એસપી અશોક કુમાર ચૌધરી, ટ્રાફિક ડીએસપી અનિલ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. હાલમાં મેટ્રોના કામમાં લાગેલી ક્રેન અને ડ્રાઈવરની શોધ કરવામાં આવી રહી છે. પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમસીએચમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj