શેરબજારમાં સતત મંદી: સેન્સેક્સ 113 પોઇન્ટ ડાઉન: મેટલ શેરોમાં કરંટ

Business | 08 May, 2024 | 05:31 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો ઝોક યથાવત રહ્યો હતો. હેવીવેઇટ શેરોમાં દબાણ રહેતા સેન્સેક્સમાં 113 પોઇન્ટનો ઘટાડો હતો. જો કે રોકડાના શેરો ઝળક્યા હતા.
શેરબજારમાં આજે શરૂઆત જ નેગેટીવ ટોને હતો. વિશ્ર્વબજારોના નબળા ટોને, વિદેશી નાણાં સંસ્થાઓની એકધારી આક્રમક વેચવાલી વચ્ચે લોકસભાની ચૂંટણી સંબંધી સાવચેતી હતી. વોલાટીલીટી ઇન્ડેક્સ ઉંચો જવા લાગ્યો હોવા પર ધ્યાને કેન્દ્રીત થવા લાગ્યું હતું.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે લોકસભા ચૂંટણીમાં ભાજપને અપેક્ષિત બેઠકો નહીં મળવાની આશંકા વ્યકત થવા લાગતા થોડી સાવચેતી હતી. ભલે બહુમતી સાથે સરકાર ભાજપની જ બનવાના સ્પષ્ટ તારણો હોવાં છતાં આંકડો ગત ટર્મ જેટલો નહીં થઇ શકવાની અટકળો હતી. આ કારણોસર માનસ સાવચેતીનું થવા લાગ્યાની છાપ હતી.

શેરબજારમાં આજે 113 પોઇન્ટનો ઘટાડો હતો અને 73398 સાંપડ્યો હતો જે ઉંચામાં 73684 તથા નીચામાં 73073 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 30 પોઇન્ટના ઘટાડાથી 22272 હતો તે ઉંચામાં 22368 તથા નીચામાં 22185 સાંપડ્યો હતો. મુખ્ય શેરોમાં આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, ટીસીએસ, ટાઇટન, એશિયન પેઇન્ટસ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, ડો. રેડ્ડી, શ્રીરામ ફાઇનાન્સમાં ઘટાડો હતો. જેએસડબલ્યૂ સ્ટીલ, લાર્સન, મારૂતી, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસ્કો, ભારતી એરટેલ, ભારત પેટ્રોલીયમ, કોલ ઇન્ડિયા, આરઇસીમાં 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj