રેસકોર્સની આર્ટ ગેલેરીનો વર્ષે 1 લાખ કલાકારોને લાભ મળશે

Local | Rajkot | 28 March, 2024 | 03:18 PM
બે માળની આર્ટ ગેલેરી આવતા વર્ષે થઇ જશે તૈયાર : ઇન્ડોર સ્ટેડીયમમાં રૂફટોપનું કામ પૂર્ણ : કમિશ્નરની મુલાકાત
સાંજ સમાચાર

રાજકોટ, તા. 28

મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલમાં બની રહેલા આર્ટ ગેલેરી એકઝીબીશન હોલ અને રેસકોર્ષ સંકુલમાં આવેલ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સેલ્ફ સપોર્ટેડ રૂફ ફીટીંગ કરવાના કામની કમિશ્નરે મુલાકાત લીધી હતી. આ આર્ટ ગેલેરી આવતા વર્ષના ફેબ્રુઆરી-માર્ચમાં તૈયાર થઇ જશે તો રૂફટોપનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે.

કમિશનર આનંદ પટેલે આર્ટ ગેલેરી એકઝીબીશન હોલની કામગીરી વિશે જણાવ્યું હતું કે, રૂ! 5,90,80,175ના ખર્ચે 976 ચો.મી. ક્ષેત્રફળમાં આર્ટ ગેલેરી એકઝીબીશન હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી, એક્ઝિબિસન હોલ, સ્ટોરરૂમ, ટોઇલેટ બ્લોક, વોટરરૂમ, ઇલેકટ્રીકરૂમ, લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફર્સ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. આ આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટનાં કલાકારોને તેમની કલાનાં પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. આ ઉપરાંત હસ્તકલા, પેઇન્ટીંગ તથા અન્ય પ્રદર્શનો થઇ શકશે. દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત એક લાખથી વધુ નાગરિકોને લાભ મળી રહેશે.

રેસકોર્ષ સંકુલમાં આવેલ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સેલ્ફ સપોર્ટેડ રૂફ ફીટીંગ વિશે તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડોર સ્ટેડીયમ ખાતેનું હયાત રૂફિંગ અંદાજીત 23 વર્ષ જુનું છે તથા ચોમાસામાં લીકેજની સમસ્યા પણ ઉદભવે છે જેને ધ્યાનમાં લઈને રૂ. રૂ.75,67,160ના ખર્ચે 45 મીટર સ્પાન, 1880 ચો.મી નવું આધુનિક સેલ્ફ સપોર્ટેડ રૂફ નાંખવાની કામગીરી ચાલી રહી છે. 
આ મુલાકાત દરમ્યાન સિટી એન્જી. અતુલ રાવલ, ગાર્ડન શાખાના ડો. હિરપરા, મેનેજર કૌશિક ઉનાવા, ડી.ઇ.ઇ. એચ.એમ.કોટક, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj