◙ રાજકોટ પટોળાને મળ્યું GI ટેગ: પટોળાના નામે જાહેરાત બંધ નહીં થાય તો કાયદેસર કાર્યવાહી કરાશે
રાજકોટ, તા.3
રાજકોટમાં પટોળાના નામે વહેચાતા નકલી પટોળા સામે રાજકોટ ડિસ્ટ્રીક્ટ વિવર્સ એસો. દ્વારા વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પટોળા અને પાટણના પટોળા GI ટેગ સર્ટિફીકેટ ધરાવે છે. પટોળા એ હાથ વણાટની કલા છે અને છેલ્લા ઘણા સમયથી પટોળાના નામે છેતરામણી કરવામાં આવી રહી છે.
આવા દુકાનદારો અને બુટીક માલિકો અને પ્રીન્ટેડ સાડી બનાવનાર કારખાનાના માલિકો પટોળા શબ્દનો ઉપયોગ કરવો નહીં. અન્યથા કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટ ડિસ્ટ્રીક્ટ વિવર્સ એસો.ના પ્રમુખ રમેશ મકવાણા જણાવે છે કે રાજકોટની બજારમાં વેપારીઓ સુરતના વેપારીઓ દ્વારા મંગાવી રાજકોટના પટોળા જણાવી વેચાણ કરે છે. આ પટોળા બજારમાં રૂા.1000 થી 1500માં વહેચાય રહ્યા છે. આ પટોળાના નામે વેપારીઓ ગ્રાહકો સાથે છેતરામણી કરી રહ્યા છે.
પ્રીન્ટેડ પટોળા જણાવી વેપારીઓ ગ્રાહકોને વહેંચે છે. જેમાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ વિવર્સ એસો. દ્વારા સુચન કરવામાં આવ્યા છે કે જે વેપારીઓએ પ્રીન્ટેડ પટોળાના નામે વહેચવાના રહેશે.
રમેશભાઇ મકવાણા વધુમાં જણાવે છે કે, વિરાણી સ્કૂલ પાછળ છેલ્લા 70 વર્ષથી સીલ્ક પટોળા આર્ટ નામની દુકાન ધરાવીએ છીએ. આ પ્રકારના પટોળા બનાવનાર અને વેચનાર 30 થી 35 વેપારીઓ રાજકોટમાં ધંધો કરે છે.
આ તમામ વેપારીઓએ વિરોધ ઉઠાવ્યો છે. આ વેપારીઓ પટોળા, સાડી, દુપટ્ટા, ડ્રેસ મટીરીયલ બનાવ છે. સાડીની કિંમત રૂા. 12500 થી રૂા.1,20,000 દુપટ્ટાની રૂા.4000 થી 7000 સુધીની કિંમત ધરાવે છે. આ સાડીની ડિઝાઇન 200 વર્ષે જુની છે. આથી આ પટોળાને GIનું ટેગ આપવામાં આવ્યું છે.
રાજકોટના કેટલાક વેપારીઓ આ નકલી પટોળા રૂા.1000થી રૂા.1500માં વહેંચી ગ્રાહકોને છેતરે છે. જેના વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સાડીનું વેચાણ કરે છે અને ગ્રાહકો પણ સસ્તાની લાલચમાં આવી પટોળા ખરીદી લે છે.
વેપારીએ ખાસ પ્રીન્ટેડ પટોળાના નામે વહેંચાણ કરવું જોઇએ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ વિવર્સ એસો.ના વેપારીઓએ આ વેપારીઓ પટોળા નામનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. જો તેઓ નામનો ઉપયોગ કરવાનું બંધ નહીં કરે તો કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy