રાજકોટ નાગરિક સહ.બેંકએ પ્રથમ કવાર્ટરમાં રૂ।.42.66 કરોડનો નફો કર્યો

Saurashtra | Rajkot | 03 July, 2024 | 04:00 PM
પ્રથમ કવાર્ટરનાં પરિણામો અવિરત પ્રગતિનું પ્રતિબિંબ છે: જીમ્મીભાઈ દક્ષીણી
સાંજ સમાચાર

રાજકોટ,તા.3
નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ કવાર્ટરના ઐતિહાસિક પરિણામો આવ્યા છે.
બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણી જણાવે છે કે, ‘તા. 30 જુન 2024ના પ્રથમ કવાર્ટરના અંતે બેંકે નફો રૂા. 42.66 કરોડ, બિઝનેશ રૂા. 10,079.38 કરોડ, ડિપોઝીટ રૂા. 6,210.51 કરોડ, ધિરાણ રૂા. 3,868.87 કરોડ, સીડી રેશિયો 62.30 %, લો-કોસ્ટ ડિપોઝીટ રૂા. 1,806.65 કરોડ નોંધાયેલ છે. બેંકે સતત ‘ઝીરો નેટ એન.પી.એ.’ની સિદ્ધી જાળવી રાખી છે.’ 

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંકનું ગૌરવ ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સિદ્ધીમાં એક વિશેષતા ઉમેરાઇ છે અને તે છે રૂા. 10 હજાર કરોડથી વધુના બિઝનેશવાળી બેંક. ડિજીટલ બેંકિંગના આ યુગમાં ખાતેદારોને અદ્યતન બેંકિંગ સુવિધા મળી રહે તે માટે મોબાઇલ અને વ્હોટ્સએપ બેંકિંગ ઉપલબ્ધ છે. બેંકની વિવિધ શાખાઓમાં ઇ-લોબી કાર્યરત છે.

જેમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) અને પાસબુક પ્રિન્ટર કાર્યરત છે અર્થાત 24 કલાક 365 દિવસ, અવિરત રોકડ જમા કે ઉપાડ અને અન્ય બેંકિંગ કાર્યો અનુકુળ સમયે કરી શકાય છે. વિશેષમાં, ડીજીટલ ટ્રાન્ઝેકશનના યુગમાં, બેંકમાં થતાં કુલ વ્યવહાર પૈકી 87 ટકા વ્યવહારો ડીજીટલ નોંધાયેલા છે. 3 લાખથી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવતી બેંકે  છેલ્લા 11 વર્ષથી સભાસદોને રૂા. 1 લાખના અકસ્માત વીમાનું સુરક્ષા કવચ આપેલું છે. નજીવા વ્યાજદરે ઉપલબ્ધ સોના ધિરાણ નાના અને મધ્યમવર્ગ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.

બેંક દ્વારા સભાસદોના સંતાનો (ધો.10 અનો ધો. 12માં ઉર્તીણ)ને શૈક્ષણીક પુરસ્કાર અને (ધો. 12માં ઉર્તીણ)ને સ્કોલરશીપ આપવામાં આવે છે અને તે યોજનાના ફોર્મનું વિતરણ દરેક શાખાઓમાં ચાલી રહ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વમાં સદાય અગ્રેસર બેંકે શહેરના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj