શેરબજારમાં તેજી: વોડાફોનમાં રેકોર્ડબ્રેક ભરણા બાદ વિક્રમી વોલ્યુમ; ફયુચર-સ્પોટ ભાવમાં 65 પૈસાનો તફાવત

Business | 23 April, 2024 | 04:27 PM
સેન્સેકસ ઈન્ટ્રાડે 74000ને પાર: હેવીવેઈટ-રોકડાના શેરો ઉંચકાયા
સાંજ સમાચાર

રાજકોટ,તા.23
શેરબજારમાં આજે તેજીની આગેકૂચ હતી. હેવીવેઈટ-રોકડા સહિત તમામ ક્ષેત્રોના શેરોમાં ધૂમ લેવાલીને પગલે સેન્સેકસ ઈન્ટ્રાડે 74000ની સપાટી પાર કરી હતી. શેરબજારમાં આજે માનસ સુધારાનુ હતુ. શરૂઆત જ પોઝીટીવ ટોને થઈ હતી. ઈરાન-ઈઝરાયેલ ટેન્શન બાદ હાલત નોર્મલ થઈ રહ્યાના સંકેતોથી રાહત હતી.

ભારતીય અર્થતંત્ર 2025માં જ વિશ્વના ચોથા નંબરનું સ્થાન હાંસલ કરી લેવાના આઈએમએસના રિપોર્ટની સારી અસર હતી. ચુંટણીમાં ફરી એમડીએ સહકાર રચાવાના સંકેતો તેજીને ટેકારૂપ બન્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કોર્પોરેટ પરિણામો સારા આવતા હોવાથી આવનારા ગાળામાં અર્થતંત્રને વધુ વેગ મળવાના આશાવાદથી પ્રિ-ઈલેકશન રેલી છે માનસ તેજીમય જ રહ્યું છે.

શેરબજારમાં આજે આઈડીયા-વોડાફોનના એફપીઓમાં જંગી રોકાણ ઠલવાયાના રિપોર્ટની સારી અસર હતી. 18000 કરોડનો ઈસ્યુ સાત ગણો ભરાયો હતો. નાણાં સંસ્થાઓએ અઢળક રોકાણ ઠાલવ્યાનું સૂચક ગણાવવામાં આવતું હતું. ટાટા ટેકનોલોજી બાદ આઈડીયા વોડાફોનમાં સૌથી વધુ રોકાણનો રેકોર્ડ સર્જાયો હતો તેની માર્કેટ પર સારી અસર હતી. મહત્વની વાત એ બની હતી કે કંપનીનો શેર 10 ટકાથી વધુ ઉંચકાયો હતો.

ફયુચર માર્કેટ કરતા કેશ માર્કેટનો ભાવ 65 પૈસા વધુ હતો તેના પરથી ફયુચરમાં મોટા વેચાણની પોઝીશનનું ચિત્ર હતું. મોટાપાયે શોર્ટ કવરીંગ હોવાનું કહેવાતુ હતું. માત્ર એનએસઈમાં જ 214 ક્રોડ શેરોના જંગી વેપાર થયા હતા. શેરબજારમાં આજે ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, ઈન્ફોસીસ, કોટક બેંક, મારૂતી, નેસલે, એનટીપીસી, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઈટન, એશિયન પેઈન્ટસ, હિન્દ લીવર, સ્ટેટ બેંક, ગ્રાસીમ, કોચીન શીપ, સુઝલોન જેવા શેરો ઉંચકાયા હતા.

એચડીએફસી બેંક, લાર્સન, મહીન્દ્ર, રીલાયન્સ, બજાજ ફાઈનાન્સ, સનફાર્મા, ભારતી પેટ્રો, એપોલો હોસ્પીટલમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 169 પોઈન્ટના ઉછાળાથી 73817 હતો તે ઉંચામાં 74059 તથા નીચામાં 73707 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 56 પોઈન્ટના સુધારાથી 22392 હતો તે ઉંચામાં 22447 તથા નીચામાં 22355 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj