રાજકોટ તા.1
રેલવે સ્ટેશન નજીકથી ત્રણ ચોરાઉ બાઈક સાથે બે શખ્સોને પ્ર. નગર પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીએસઆઈ બી.વી.ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન કોન્સ્ટેબલ ચાપરાજભાઇ ખવડ, તોફીકભાઈ મંધરાને મળેલ બાતમીનાં આધારે રેલ્વે સ્ટેશન મેઇન રોડ, ગુરૂદ્વારાથી આગળ આવેલ પોપટપરા નાલા પાસેથી ચોરાઉ બાઈક સાથે વિશાલ ભરત મેવાસિયા (રહે.શિવનગર શેરી નં-2, ગ્રીનલેન્ડ ચોકડી પાસે), આનંદ શાંતીલાલ રાધુરિયા (રહે. રાજલક્ષ્મી સોસાયટી શેરી નં-4) ને પકડી પાડયા હતા. આરોપીએ અન્ય બે બાઈક પણ ચોરી કર્યાનું કબુલાત આપી હતી. પોલીસે વધું ચોરીના ભેદ ઉકેલવા સઘન પૂછતાછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy