રાજકોટ : ઝનાના હોસ્પિટલ સૌથી સ્વચ્છ : વોર્ડ નં.8, આયકર ભવન ચકચકાટ : મેયર સ્વચ્છતા ચેમ્પિયન!

Saurashtra | Rajkot | 03 July, 2024 | 04:48 PM
સ્વચ્છ સર્વેક્ષણ-2024ના વિજેતા જાહેર કરતા પદાધિકારીઓ : રાજકુમાર કોલેજ, શ્યામલ વાટીકા, ફર્ન હોટલ સૌથી કલીન : મનપામાં એવોર્ડ-સર્ટિફિકેટઅર્પણ સમારોહ યોજાયો
સાંજ સમાચાર

રાજકોટ, તા. 3
સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત રાજકોટમાં હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરી, વોર્ડથી માંડી સ્વચ્છતા ચેમ્પિયન  મેન-વુમન કેટેગરીમાં સ્વચ્છતા રેકીંગના વિજેતાઓ આજે જાહેર કરવામાં આવ્યા છે. મેયર, કમિશ્નર સહિતના તંત્રવાહકોની હાજરીમાં આજે તેઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સરકારે નવનિર્મિત કરેલી ઝનાના હોસ્પિટલ અન્ય ટોચની ખાનગી હોસ્પિટલ કરતા સ્વચ્છતામાં આગળ નીકળી છે. તો સ્કુલમાં પ્રથમ નંબરે રાજકુમાર કોલેજ સિવાય બીજા અને ત્રીજા ક્રમે શિક્ષણ સમિતિની શાળાઓ આવી છે. સ્વચ્છ સરકારી કચેરીમાં આયકર ભવન પ્રથમ નંબરે છે તો વોર્ડ નં.8 પ્રથમ ક્રમે આવ્યો છે.

આ વખતે સ્વચ્છતા ચેમ્પિયન કેટેગરી શરૂ કરાતા કોર્પોરેટરોમાં મેયર નયનાબેન પેઢડીયાએ સ્વચ્છતાની બાબતોમાં લીધેલા અંગત રસ, રાત્રી સફાઇ સહિતના મોનીટરીંગ, સાપ્તાહિક સફાઇ ઝુંબેશના કાર્યક્રમને ધ્યાને લેતા તેઓને આ કેટેગરીનો એવોર્ડ આજે કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમારોહને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઝીરો વેસ્ટ ઇવેન્ટ બનાવવામાં આવી હતી અને પ્લાસ્ટિકની બોટલને બદલે કાચના ગ્લાસમાં પાણી આપવામાં આવ્યું હતું.

મેયર નયનાબેન પેઢડીયાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સહભાગી બનેલ સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, જેમ વિવિધ કેટેગરીની સ્પર્ધામાં વિજેતા થયા છો તેવી જ રીતે સૌ સાથ-સહકાર આપી આપણા શહેરને પણ સ્વચ્છ બનાવજો.

શાળા-કોલેજોમાં છાત્રોને પણ પ્રાથમિક તબક્કાના શિક્ષણમાં જ આપણે શીખવીએ કે કચરો કચરા પેટીમાં નાખીએ, જ્યાં-ત્યાં જાહેરમાં ગંદકી ન કરીએ. રાજકોટ ઇન્દોરની જેમ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ આવવાની ક્ષમતા ધરાવે છે.

કમિશનર દેવાંગ પી. દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં 50% નાગરિકો ખુલ્લામાં શૌચ કરતા જણાયેલ જે છેલ્લા દસ વર્ષમાં જાગૃતતાને કારણે નહીવત જણાયેલ છે. વિકાસ માટે માત્ર માળખાકીય વિકાસ જ નહી પરંતુ ખરા અર્થમાં સ્વચ્છતા નજરે પડે અને અને સ્વચ્છતા અંગે વિકાસ દેખાય છે.

સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે સૌનું સ્વાગત કર્યુ હતું અને સેનીટેશન ચેરમેન નિલેશ જલુએ આભારવિધિ કરી હતી. મહેમાનોના હસ્તે વિજેતાઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. 

વિશેષમાં સ્વચ્છતા ચેમ્પિયન મેન-વુમેન કેટેગરીમાં મેયર નયનાબેન પેઢડીયાને ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન જયમીનભાઇ ઠાકર, કમિશનર ડી. પી. દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન નીલેશભાઈ જલુ, ડે.કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં એ.એમ.સી. બી.એલ.કાથરોટીયા, મેડીકલ ઓફિસર જયેશ વકાણી, ના.પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા,  દિગ્વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, મેનેજર મનીષ વોરા તેમજ આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિવિધ કેટેગરીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj