સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મેઘો ઓળઘોળ : સોરઠ-દ્વારકામાં 8 ઇંચથી વધુ

Saurashtra | Rajkot | 01 July, 2024 | 11:49 AM
કચ્છમાં પણ 0.5થી 5, રાજકોટ જિલ્લામાં 0.5થી 4.5, જામનગર જિલ્લામાં 0.5થી 3, ભાવનગર જિલ્લામાં 0.5થી 1.5, મોરબી જિલ્લામાં 3 ઇંચ, અમરેલી જિલ્લામાં 0.5થી 4.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકયો
સાંજ સમાચાર

રાજકોટ, તા. 1
રાજયમાં હવે ચોમસુ જામી ગયું છે. ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મેઘરાજાએ અનરાધાર કૃપા વરસાવી હતી અને 1 થી 8 ઇંચ જેટલો સર્વત્ર વરસાદ પડી ચુકયો હતો. ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં  1 થી 8 અને દ્વારકા જિલ્લામાં પણ 1 થી 8 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. 

જુનાગઢનાં માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ, વંથલીમાં 6, મેંદરડામાં પ ઇંચ, ભેંસાણમાં 4, જુનાગઢ શહેરમાં 4, વિસાવદરમાં 4, માળીયાહાટીનામાં 2, માંગરોળમાં સવા ઇંચ જયારે દ્વારકામાં સવારે 7 વાગ્યા સુધીમાં 6 ઇંચ, ખંભાળીયા, કલ્યાપુરમાં 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો અને સમગ્ર દ્વારકા પંથકમાં સવારે 10 વાગ્યા સુધીમાં 7 થી 8 ઇંચ પાણી વરસી ગયું હતું. 

આ ઉપરાંત પોરબંદરનાં કુતિયાણામાં પણ ધોધમાર 6 ઇંચ, જયારે કચ્છનાં મુંદ્રામાં 5, માંડવીમાં 2, ગાંધીનગરમાં 2, અંજારમાં દોઢ, ઉપરાંત રાજકોટ શહેરમાં 0.5 ઇંચ, જયારે જિલ્લામાં જેતપુરમાં 4, કંડોરણામાં 3, ઉપલેટામાં દોઢ, ગોંડલ 1, જસદણ-સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. 

જસદણમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 32 એમએમ તથા ગઈકાલે રવિવારે પડેલો 20 એમએમ મળી  છેલ્લા 24  કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જસદણમાં વરસાદ પડતા જ ચીતલિયા રોડ, આટકોટ રોડ, તરગાળા શેરી, લાતી પ્લોટ, સમાત  રોડ,  વિંછીયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જસદણ શહેર ઉપરાંત તાલુકાના જંગવડ, જીવાપર, આટકોટ, બાખલવડ, ગોખલાણા, કનેસરા, લીલાપુર, ભાડલા, પોલારપર, કુંદણી, શિવરાજપુર, માધવીપુર, ગઢડીયા, સહિતના ગામડાઓમાં પણ સર્વત્ર એક થી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે 48 કલાક દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો જોકે ગ્રામ્ય પંચકમાં તો પાંચ જેટલો વરસાદ થવાથી વાડી ખેતરો અને સીમમાં તો પાણી ભરાયા હતા અને નદીમા પૂર આવ્યા હતા. 

રવિવારે આખો દિવસ જામનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ હતો શહેરમાં ધીમો ધારે વરસાદ પણ થયો હતો જિલ્લામાં ધ્રોલમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથવા થી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જામજોધપુર તાલુકામાં પાંચ જેટલો ચારથી પાંચથી જેટલો વરસાદ ગ્રામ્ય પંચકમાં થતા જ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. 
જામનગર શહેરમાં આજે સવારે વાત ઘનઘોર વાદળો ગંભરાયેલ વાદળી અને ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી આમ જોઈએ તો જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન જામનગરમાં અડધો ઇંચ ,જોડીયામાં બે ઇંચ, ધ્રોલમાં ત્રણ ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ ,લાલપુરમાં અડધો ઇંચ અને જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જામનગર તાલુકામાં વસઈમાં પોણો ઈંચ, મોટી બાણી ગારમાં એક ઇંચ ,ફલ્લામાં અડધો ઇંચ, મોટી ભલસાણમાં એક ઇંચ , હડીયાણામાં એક ઇંચ બાલંભામાં અઢી ઇંચ, પીઠડમાં,અઢી ઇંચ, ખરેડીમાં એક ઇંચ, મોટા વડારામાં બે ઇંચ,ભલસણ બેરાજામાં અને નવાગામમાં ત્રણે ઇંચ, મોટા પાંચ દેવડામાં ચાર ઇંચ, જામજોધપુર તાલુકાના સમાણામાં  અને શેઠ વડાળામાં પાંચે વરસાદ થયો હતો. ચાવી વરસાદ ઢુંઢાળામાં બે ઇંચ વરસાદ વાસજાળીયા ચાર ઇંચ અને પરડવામાં સાડા ચારવરસાદ પડાણામાં એક વરસાદ ભણગોરમાં એક ઇંચ વરસાદ મોટા ખડબામાં મોડપર માં એક ઇંચ વરસાદ થતાં થયો હતો.

ભાવનગર
ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા દોઢ ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે ગ્રામ્ય પંથકમાં પણમાં ઝરમરથી લઈ અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે.

ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ધીમીધારે વરસાદ વરસાવી રહ્યા છે. શહેર અને સમગ્ર જિલ્લામાં ધીમીધારે અડધા થી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે સોમવારે સવારે 6:00 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન  વલ્લભીપુરમાં - 43 મિમી, ઉમરાળામાં -41 મિમી, ભાવનગરમાં - 9 મિમી, ઘોઘામાં - 21 મિમી, સિહોરમાં - 17 મિમી, ગારીયાધારમાં - 10 મિમી, પાલીતાણામાં - 15 મિમી, તળાજામાં - 27 મિમી, મહુવામાં - 34 મિ.મી .તથા જેસરમાં - 2 મિમી વરસાદ નોંધાયો છે.આજે સોમવારે સવારે ભાવનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.

અમરેલી
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘાવી માહોલ જામેલ હોય, અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી, વડીયા, લાઠી, સાવરકુંડલા, બાબરા, ખાંભા, બગસરા, જાફરાબાદ, રાજુલા સહિતના પંથકમાં હળવાથી લઈ ઘોઘમાર સાડાચાર ઇંચ વરસાદ પડ્યો હતો.

અમરેલી પંથકમાં ગઈકાલ સવારેથી શરૂ થયેલા દિવસે મેઘાવી માહોલ જામતા અમરેલી શહેરમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડતાં શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદથી પાણી ભરાયાં હતા. જ્યારે અમરેલી તાલુકાના લાલાવદર, લીલીયાનું ગોઢાવદર, શેઢાડા, સલડી ગામોમાં મેઘમહેર જોવા મળી હતી.

બગસરા પંથકમાં ગામડાઓમાં હડાળા, માવજીજવા, બાલાપુર, પીઠડીયા, જુના વાઘણીયા, ખારી, ખીજડીયા, ચારણ પીપળી ગામોમાં ઘોઘમાર વરસાદ પડ્યો હતો.
લીલીયા શહેરમાં લીલીયાના ગ્રામ્ય વિસ્તાર અંટાળીયા, કણકોટ, ભેંસવડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા લીલીયા ગ્રામ્યના ખેતરો પાણીમાં તરબતર થયા હતા. જ્યારે લીલીયાની બજારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

બાબરામાં પંથકમાં પણ બપોર બાદ ફરી બીજા રાઉન્ડની ઈનિંગ શરૂ કરી મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થવા પામી હતી. બાબરા શહેર ઉપરાંત તાલુકાના ગમાં પીપળીયા, ચમારડી, વાલરડી, વાવડી, જીવાપર, પીરખીજડિયા, ચરખા સહિતનાં ગામડાઓ પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જ્યારે બાબરા સિમ વિસ્તારમાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નિલવડા રોડ પર આવેલ મેલડીમાં તળાવમાં નવા નીર આવ્યા હતા.

અમરેલી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ ખાતે ગઈકાલ સવારથી સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં વડીયામાં 79 મી.મી; બાબરા 113 મી.મી;  લાઠી 23 મી.મી;  અમરેલી 9 મી.મી; બગસરા 18 મી.મી; ધારી 5 મી.મી;  સાવરકુંડલા 5 મી.મી;  તથા ખાંભા 4 મી.મી;  જાફરાબાદ 28 મી.મી;  રાજુલા 14 મી.મી; વરસાદ નોંધાયો હતો.

ઢાંકમાં 5.5 ઇંચ
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે મેઘરાજાએ ઘણી રાહ જોવડાવી અને તા. 30ને રાત્રીના 3 વાગ્યે વરસાદ શરૂ થતા તા. 1ને સવારના 8 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ વરસાદ થયો છે. અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજા મન મુકીને રાત્રે શરૂ થયેલ વરસાદ 5.5 ઇંચ વરસી જતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા છે. આજુબજુના ગધેથળ, રાજપરા, ચરેલીયા, મેરવદર, પ્રાંસલા વિસ્તારોમાં પણ સારા વરસાદના સમાચાર મળેલ છે. 

બગસરા
બગસરા પંથકમાં મેઘ મહેર ધીમીધારે એક ઇંચ ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો( સમીર વીરાણી દ્વારા) બગસરાપંથકમાં મેઘમહેર ધીમીધારે એક એક ઈંચ વરસાદ પડ્યો તથા ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ જેવો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો મહાલ જોવા મળ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઠંડક પ્રસરી છે ડેરી પીપરીયા માવજીંજવા બાલાપુર મોટા મુંજીયા સર રફાળા નાના મુંજિયા સર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે ત્યારે છેલ્લા દસ દિવસ થયા બફારો થતાં ઠંડક થતા લોકોમાં આનંદનો માહોલ છવાયો છે.

ધ્રોલ
ધ્રોલ તથા આજુબાજુના વિસ્તારોમાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં જોરદાર ગાજવીજ સાથે બે કલાકમાં 60 મીમી વરસાદ પડી ગયેલ છે. ધ્રોલ ખાતે બે કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બનેલ. શહેરના મુખ્ય ગણાતા જોડીયા રોડ ઉપર બે થી અઢી ઇંચ ફુટ પાણી ભરાયેલ છે. 

ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે દિવસ દરમ્યાન ધીમી ધારે વરસેવા વરસાદથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં મોસમનો કુલ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. 

કોટડા સાંગાણી
કોટડાસાંગાણીમાં બપોરથી વરસાદ વાતાવરણ થયેલ અને વરસાદ ના ઝાપટાં પડેલ સાંજના 4 વાગ્યા સુધી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલ જેમાં ગરમીમાં ઘણી બધી રાહત થયેલ તેમજ કોટડાસાંગાણી પંથકમાં પણ વરસાદના ઝાપટા પડવાના અહેવાલ પ્રાપ્ત થયેલ જેમાં ભાડવા રાજપરા રાજગઢ માણેકવાડા ખરેડા નવી ખોખરી મોટા માંડવા રામોદ સતાપર રામપરા નારણકા ભાડુઈ પાંચ તલાવડા અરડોઈ સાપર કોટડાસાંગાણી ના પંથકોમાં વરસાદ પડેલ ખેડૂતોને વાવેતરમાં પાણજોગ વરસાદ પડેલ હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહેલ છે.

કાલાવડ
કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, ઉમરાળા, જામવાળી, હુકમતી સરવાણીયા, માછરડા, મોટી વાવડી સહિત ગ્રામ્ય પંથકમાં ગત રાત 3 વાગ્યાથી ભારે વરસાદ ભારે વરસાદના પગલે સ્થાનિક નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ,  માછરડાની તો સ્થાનિક નદીમાં પુર આવતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો તેમજ ઉમરાળા નેસની વાત કરવામાં આવે તો ત્યાં પણ વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

જામજોધપુર
જામજોધપુરમાં 1 થી વધુ ઇંચ વરસાદ તથા નરમાણા ગામ તેમજ આજુબાજુ સમાણા શેઠવડાળા વિસ્તાર સમાણા નરમાણા પંથકમાં ઘરોમાં પાણી ભરાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj