હાલ ‘રામાયણ’ના રામ અરુણ ગોવિલ, બોલિવુડની ‘કવીન’ કંગના ચૂંટણી જંગમાં

ફિલ્મ સ્ટાર્સની લોકપ્રિયતા વટાવવા રાજકીય પક્ષો માટે કલાકારો હંમેશા હોટ ફેવરિટ

India, Entertainment, Politics | 29 March, 2024 | 05:35 PM
જોકે બધા કલાકારો આ જંગમાં સફળ નથી થયા, તો કેટલાકે રાજકારણમાં પોતાના મુકામ બનાવ્યા છે
સાંજ સમાચાર

મુંબઈ,તા.29
આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપે અનેક કલાકારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ‘રામાયણ’ના રામ અરુણ ગોવિલ ‘મેરઠ’ શીટ પરથી લડશે જયારે બોલિવુડની કવીન કંગના રનૌત મંડી બેઠક પરથી ચૂંટણી લડશે. ફિલ્મોના સ્ટાર્સનું રાજકારણમાં ઝંપલાવવું નવું નથી.

અગાઉ પણ ફિલ્મી હસ્તીઓ ચૂંટણી જંગમાં ઉતરી ચૂકી છે. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગાયક અને અભિનેતા તરીકે નામ કમાઈ ચૂકેલા મનોજ તિવારીને ભાજપે ઉતર પૂર્વી દિલ્હીમાં ઉમેદવાર બનાવ્યો છે. ત્યાં તે હાલમાં પણ સાંસદ છે આ ઉપરાંત વધુ એક ભોજપુરી એકટર રવિકિશનને ભાજપે ગોરખપુરીની સીટ પર રિપિટ કર્યા છે.

 

અન્ય પાર્ટીઓ પણ આપે છે ટિકિટ
 માત્ર ભાજપ જ નહીં, તૃણમુલ કોંગ્રેસે આ વખતે લોકસભાની ચૂંટણીના જંગમાં શત્રુધ્યસિંહા ફિલ્મો ઉપરાંત રાજકારણના જૂના ખેલાડી છે. તેઓ બાજપેયીની એનડીએ સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂકયા છે. હાલ તેઓ તૃણમૂલ પાર્ટી તરફથી આસનસોલ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ટીએમસીએ દુગલી લોકસભા ક્ષેત્રમાં રચના બેનર્જીને ચૂંટણી જંગમાં ઉતારી છે. રચના બંગાળી ફિલ્મોની જાણીતી કલાકાર છે.

 

અનેક સ્ટાર્સને રાજનીતિ માફક નથી આવી
 અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જેવા સુપર સ્ટાર્સે રાજનીતિમાં ભાગ્ય અજમાવેલ પણ તેમને રાજનીતિ અનુકુળ નહોતી આવી અને ટુંક સમયમાં જ રાજનીતિ છોડીને એકટીંગના મૂળ વ્યવસાયમાં પાછા આવી ગયા હતા. જયારે શત્રુધ્ન સિંહાએ રાજનીતિમાં પોતાનો મુકામ બનાવ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj