વંથલીના ગાદોઈ ટોલનાકા પર પીઆઈએ કર્મચારીને રિવોલ્વર બતાવી-હુમલો કરી ચલાવી લૂંટ

Crime | Junagadh | 01 July, 2024 | 12:01 PM
કાર માથે ચડાવી હાથ-પગ ભાંગી નાંખ્યા: મોબાઈલ લૂંટી લીધો: આઈ કાર્ડ માંગતા જ મગજ છટકયો: પીઆઈ સહિત 22 શખ્સો સામે ગુનો દાખલ કરતી પોલીસ
સાંજ સમાચાર

જુનાગઢ તા.1
 ગાદોઈ ટોલનાકા ખાતે કોડીનારના પીઆઈ ભોજાણીની કાર ચાલક પાસે આઈ કાર્ડ માંગતા બબાલ બોલાચાલી પિસ્તોલ બતાવી. સમાધાન બાદ પરત જતી વખતે ફરી બબાલ પિસ્તોલ લોખંડના પાઈપો લાકડીઓ વડે પ્રાણઘાતક હુમલો યુવાનને મારી નાખવાના ઈરાદે બ્રોજા ગાડી ભટકાવી પછાતી દીધો હાથ પગમાં ફેકચર કોણી ભાંગી નાંખી યુવાનના મોબાઈલની લૂંટ રાયોટીંગ આર્મ એકટ, વંથલી પોલીસમાં ઈ.પી.કો. 307, 397, 365, 323, 143, 147, 148, 149 આર્મ એકટ ક. 25 (1 બી)એ જીપી એક. 135 (બીએન) ક. 109, 316, 117 (2) 115 (2) 189 (2) 191 (1) (190) મુજબ ગુન્હો દાખલ. કેશોદના પો.અધિકારી બી.સી. ઠકકરે હાથ ધરી તપાસ પીઆઈ ઉપરાંત 20થી 22 શખ્સો સામે ફરીયાદ.

 વંથલી કેશોદ નેશનલ હાઈવેના ટોલનાકા ખાતે કોડીનારના પીઆઈ ભોજાણીની ગાડી નીકળતા ટોલનાકાના કર્મીએ આઈ કાર્ડ માંગતા બબાલ થવા પામી હતી. જેમાં પિસ્તલ બતાવ્યાનો ઝઘડો થયા બાદ ફરી પરત ફરતી વખતે મોટી બબાલ થવા પામી હતી. આ બબાલ ટોલનાકાના કર્મીને જાનથી પતાવી દેવા માટે ગાડી ભટકાવી હાથ પગ કોણી ભાંગી નાખી માર મારી મોબાઈલની લૂંટ કર્યા સહિતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ટોલનાકાના સંચાલક રાજેશભાઈ અરજણભાઈ છૈયા (ઉ.40) રે. હાલ ગાદોઈ (ટોલનાકા) મુળવડાળા (કુતિયાણા) વાળાએ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

 આ અંગેની ફરીયાદમાં ફરીયાદી રાજેશભાઈ અરજણભાઈ છૈયા (ઉ.40)એ વંથલી પોલીસમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરના 4-30ના સુમારે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારના પીઆઈ ભોજાણી સ્કોર્પીયો કાર નં. જીજે 32 એઓ 5955માં બેઠા હતા તેમજ એક સફેદ કલરની બ્રેઝા ક્રેટા કારમાં 20થી 22 વ્યકિતઓ સામે ગુન્હો નોંધાયો છે કે ગાદોઈ ટોલનાકા ખાતે સ્કોર્પીયો કાર સફેદના નં. જીજે 32 એઓ 5955 સાથે નીકળતા ટોલનાકાના કર્મીએ આઈકાર્ડ માંગતા તેની સાથે ઝઘડો કરી પીસ્તલ બતાવેલ જેમાં પીઆઈ ભોજાણી અને ફરીયાદી રાજેશભાઈ અરજણ છૈયા વચ્ચે સમાધાન થઈ ગયેલ.

તે બાદ અને ફરીયાદી રાજેશભાઈ ટોલનાકા તરફ જતા હતા ત્યારે આરોપીઓએ ઉપરોકત બનાવનો ખાર રાખી સ્કોર્પીયો કાર અને બ્રોજ ક્રેટામાં આવેલ 20થી 22 માણસોએ ગેરકાયદે મંડળી રચી પોતાનો ઈરાદો પાર પાડવા ફોરવીલ વાહનોમાં આવી પિસ્લ લોખંડના પાઈપો, લાકડીઓ જેવા પ્રાણઘાતક હથીયારો સાથે સાહેદ ભાવેશ ટાટમીયાને જાનથી મારી નાખવાના ઈરાદે બ્રેજા ગાડી ભટકાવી પછાડી દઈ ફરીયાદી રાજેશભાઈ અરજણભાઈ છૈયાને અને ભાવેશને પછાડી દઈ આડેધડ માર મારી ફરીયાદી રાજેશ છૈયાના ડાબા પગમાં ગોઠણ નીચે નળામાં ફ્રેકચર કરી ડાબા હાથની કોણીમાં ફેકચર કરી હાથના કાંડામાં ફેકચર કરી શરીરે ઈજાઓ કરી સાહેદ ભાવેશભાઈ પાસે રહેલ ફરીયાદી રાજેશભાઈ છૈયાનો મોબાઈલ ફોન રૂા.29000નો લુંટ લીધો હતો.

 આ અંગેની વંથલી પોલીસમાં ટોલનાકાના સંચાલક રાજેશભાઈ અરજણભાઈ છૈયાએ વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવતા ઈ.પી.કો. કલમ 307, 397, 325, 323, 143, 147, 148, 149 આર્મ એકટ ક 25 (1 બી) એ જીપી એ.ક. 135 (પીએનએસ+ 109, 311, 117 (2), 115 (2) 189 (2) 191 (1) 190 મુજબ ગુનો દાખલ કરી કેશોદ ના.પો. અધિકારી બી.સી. ઠકકરએ તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj