દુષ્કર્મના આરોપીને છ દિવસના રિમાન્ડમાં મોકલાયો

Crime | Jamnagar | 01 July, 2024 | 03:03 PM
સાંજ સમાચાર

જામનગર તા.1

જામનગરમાં મહિલા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીના અદાલતે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ સોશિયલ મિડિયામાં મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી જુદા-જુદા શહેરોમાં લઈ જઈ મહિલા પર દુષ્કૃત્ય આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી.

જામનગરમાં રહેતા વિજય મેરામણભાઈ નામના શખ્સે 30 વર્ષની મહિલા સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક કરી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ વિજય લગ્નની લાલચ આપી મહિલાને અવારનવાર જૂનાગઢ, સોમનાથ, સુરત, અમદાવાદ અને હરીદ્રાર લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં જામનગરમાં એસ.ટી.રોડ પર આવેલી એક હોટલના રૂમમાં પણ મહિલા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું.

બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિજય સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે વિજયને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રિમાન્ડ રિપોર્ટ રજૂ કરતા સરકારી વકીલ રાજેશ વસીયરે રજૂઆત કરી હતી કે, આરોપી જે જગ્યાએ મહિલાને લઈ ગયો છે અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે તે જગ્યા આરોપી જ બતાવી શકે તેમ હોય અને તે જગ્યા પરથી પુરાવો મેળવી શકાય તેમ હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત ધ્યાને લઇ અદાલતે આરોપી વિજયના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj