(વિપુલ હિરાણી)
ભાવનગરતા.29
ભાવનગ2 એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન મરેલ બાતમીને આધારે રૂવાપરી રોડ યોગેશ્વર મંદીરના પાછળના ભાગે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી કાળા કલરનુ નંબર પ્લેટ વિનાનું કાળા કલરનુ હિરો સ્પલેન્ડર મો.સા. તથા બ્લુ કલરનું એકસેસ મો.સા. નંબર પ્લેટ વગરનું મળી આવેલ કિ.રૂા.50,000 સદરહું બન્ને મો.સા. બાબતે કોઇ સંતોષકારક જવાબ નહી આપતા સદરહું મો.સા.ના અંગે તપાસ કરતા ઘોઘા રોડ પો.સ્ટે. ઇ.પી.કો.379 તથા ઘોઘા રોડ પો.સ્ટે.માં ઇ.પી.કો.379 મુજબ ગુન્હા દાખલ થયેલ હોવાનું જણાઈ આવેલ છે. જેની સામે ધોરણસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પો.સ્ટે. સોપી આપેલ છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy