વેરાવળ,તા.1
સુત્રાપાડા તાલુકો બન્યા પછી વિવિધ નાણાકીય અને ધંધાકીય બ્રાંચો ખૂલી રહી છે જેમાં સુત્રાપાડામાં મુથુંટ ફાઇનન્સ બેન્કની શરૂઆત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ ના હસ્તે કરવામાં આવેલ જેમાં ગોલ્ડ (સોના) પર ધિરાણ, ફિક્સ્ડ ડિપોઝિટ જેવા નાણાંકિય વ્યવહારો કરવામાં આવેલ છે. સુત્રાપાડા વિસ્તારમાં વિવિધ બેન્કો તેમજ ધાધાકીય શાખાઓ ખુલવા માંડી છે જે સુત્રાપાડા વિસ્તારની પ્રગતિ થઈ રહી છે તે સૂચવે છે.
આ અવસરે જશાભાઈ બારડ સાથે સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ મનુભાઈ બારડ, સુત્રાપાડા શહેર ભાજપા પૂર્વ પ્રમુખ દલુભાઈ મોરિ, કોળી સમાજના આગેવાન નથુભાઈ કામળીયા, દિલાવરભાઈ મોરિ, સામાજિક કાર્યકર ચેતનભાઈ બારડ, મુથુંટ ફાઇનાન્સ બેન્કના મેનેજર વાઢેરભાઈ તેમજ ચૌહાણભાઈ તેમજ બેન્કનો સ્ટાફ અને શહેરના શ્રેષ્ઠીઑની હાજર રહેલ. (તસ્વીર મીલન ઠકરાર વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy