વેરાવળ, તા.1
વેરાવળના ભાલકા પોલીસે ગુમ થયેલ, પડી ગયેલ કે ખોવાઇ ગયેલા આઠ મોબાઇલ રૂા.1,09,394 ના શોધી કાઢી મુળ માલીકોને પરત અપાવેલ છે. પોલીસ ઇન્સપેકટર એચ.આર. ગોસ્વામી દ્વારા લોકોના મોબાઇલો ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાવો બનતા હોય જે અન્વયે મોબાઇલ ફોન શોધી કાઢી પરત અપાવવા બાબતે સુચના આપતા ભાલકા પોલીસ ચોકીના પોલીસ સબ.ઇન્સ. પી.વી.ધનેશાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. લખધીરભાઇ પરમાર, એ.એસ.આઇ.પ્રકાશભાઇ વાળા, પોલીસ હેડ કોન્સ.પ્રવિણભાઇ બામણીયા, ધવલભાઇ મહેતા, પોલીસ કોન્સ. વિક્રમસિંહ ચાવડા સહીતનાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી (1) વીવો કંપનીનો મોબાઇલ રૂા.10,000 નો શોધી કાઢી આસીફ અબ્દુલ રજાક રહે. તીલક મીલ પાછળ (2) ઇન્ફીનીક્ષ કંપનીનો મોબાઇલ રૂા.11,999 નો મોકીમ અંશારી રહે.ભીડીયા (3) ઓપો નો મોબાઇલ રૂા.13,999 નો નીતેષ મેવજીભાઇ પાંજરી રહે.ભીડીયા (4) ઓપો નો મોબાઇલ રૂા.13,000 નો જીતેન્દ્ર નારણભાઇ દોરીયા રહે.ભીડીયા (5) વન પ્લસ નો મોબાઇલ રૂા.24,999 નો હરેશ હરીભાઇ ચોમલ ઉ.વ.24 રહે.દોલતપ્રેસ (6) વીવો નો મોબાઇલ રૂા.14,499 નો નઇમ મુસ્તાકભાઇ પંજા રહે.મુસ્તુફા મસ્જીદ (7) ઓપો નો મોબાઇલ રૂા.19,498 નો મનુગીરી કેશવગીરી મેધનાથી રહે.રમળેચી તા.તાલાળા (8) જીયો નો મોબાઇલ રૂા.1400 નો શોધી બચુભાઇ જેઠાભાઇ પરમાર રહે.કુકસવાડા તા.માળીયા હાટીના વાળાને પરત આપી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy