ટંકારાના નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરના જથ્થા સાથે એકની ધરપકડ

Local | Morbi | 01 July, 2024 | 01:49 PM
સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તા ઉપર આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 38 બોટલો તેમજ બિયરના 42 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તે આવેલ જગદીશભાઈ રાજકોટિયાની વાડીએ ઓરડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 38 બોટલો તેમજ બિયરના 42 ટીન મળી આવ્યા હતા.

જેથી કરીને પોલીસે કુલ મળીને 8,000 ની કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી કમલસિંહ નગરસિંહ માવી જાતે આદિવાસી (19) રહે. હાલ નેસડા (સુરજી) જગદીશભાઈની વાડીએ ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
 

ફિનાઇલ પી લેતા સારવારમાં
ટંકારામાં રહેતા જીલાની રસીદભાઈ સંધિ (22) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરતા વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જો કે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj