(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા વેપારી યુવાનને સાતેક મહિના પહેલા ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ફાઇનલ મેચની ટિકિટ અપાવવાની લાલચ આપી હતી અને તેની સાથે 65,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જે બનાવમાં ભોગ બનેલા યુવાને ઇન્સ્ટા આઈડીના ધારક તથા યુપીઆઇ આઈડીના ધારક સામે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગાર્ડન પેલેસ ખાતે ફ્લેટ નં- 402 માં રહેતા વેપારી યુવાન પ્રતિકભાઇ દીક્ષિતભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (36) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસ શુકલ ઇન્સ્ટા આઈડી જેના મોબાઈલ નંબર 85119 75179 તથા યુપીઆઇ આઈડીના ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ગત તા. 18/11/23 થી 19/11/23 દરમિયાન ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા માટેની ટિકિટ બુક કરી આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસ કેળવીને ફરિયાદી પાસેથી પહેલા 6,000 રૂપિયા મંગાવ્યા હતા અને ત્યારબાદ કટકે કટકે 72 હજાર રૂપિયા મેળવ્યા હતા અને તે રૂપિયા યુપીઆઇ આઈડીમાં ટ્રાન્સફર કરીને મેળવ્યા હતા જોકે ત્યારબાદ આરોપીએ 7,000 રૂપિયા ફરિયાદીને પાછા આપ્યા હતા અને મેચની ટિકિટ ન આપીને તેની સાથે 65,000 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે.
જુગારી પકડાયા
વાંકાનેર તાલુકાના તીથવા ગામના બોર્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 650 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી કરણભાઈ સનમુગમભાઇ નાયકર જાતે મદ્રાસી (48) અને જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયા જાતે અનુ. જાતિ (36) રહે. બંને મિલ પ્લોટ વિસ્તાર વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy