પહેલી તારીખે રાહત: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂા.30નો ઘટાડો

India | 01 July, 2024 | 11:30 AM
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહી
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.1
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ સવારે 6 વાગ્યે એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે. જે મુજબ આજે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના દામમાં રાહત આપી 30 રૂપિયાનો ભાવમાં ઘટાડો કર્યો છે.

આ સતત ત્રીજા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં નરમી છે.  અલબત, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેર નથી પડયો. દિલ્હીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરથી કિંમત 1676 રૂપિયામાં 30 રૂપિયા ઘટીને 1646 રૂપિયા થઈ ગઈ છે.

એજ રીતે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરના ભાવોમાં રૂા.30નો ઘટાડો થયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj