પ્રાઈમરી સ્કોલરશીપ એકઝામમાં ધ્રોલની રાણીપા ઉમા પ્રા.કન્યા વિદ્યાલયનું ઝળહળતુ પરિણામ

Local | Jamnagar | 29 June, 2024 | 10:47 AM
સાંજ સમાચાર


(હસમુખ કંસારા દ્વારા)
ધ્રોલ તા.29
દર વર્ષે ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા પ્રાઈમરી સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવી છે જેમાં વર્ષ 2023-24માં તા.28/04ના રવિવારના લેવાઈ હતી. જેમાં જે.પી.રાણીપા ઉમા પ્રાથમીક શાળા- ધ્રોલની કુલ 8 વિદ્યાર્થીની બહેનોએ પરીક્ષા આપેલ જેનું પરિણામ તા.24ના આવેલ. જેમાં 7 વિદ્યાર્થીની બહેનો ઉતીર્ણ થયેલ. જેમાં 200 ગુણમાંથી 150 ગુણ કરતા વધારે ગુણ મેળવનાર એક વિદ્યાર્થીની બહેન ખાણધર બંસીએ 160 અને 100 ગુણ કરતા વધારે મેળવનાર એક વિદ્યાર્થીની બહેન રામોલીયા ક્રિષાએ 132 ગુણ મેળવી માતા-પિતા તથા શાળા પરિવારનું નામ રોશન કરેલ.

આ પરીક્ષામાં સારા ગુણ મેળવનાર તથા પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિના અધ્યક્ષ બી.જી.કાનાણી શાળાના આચાર્યા ભાવનાબેન ચાંગેલા તથા સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવેલ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj