(જીતેન્દ્ર આચાર્ય દ્વારા),ગોંડલ તા.29
નગરપાલિકાની એક કમીટીનાં મહીલા ચેરમેન નાં પુત્ર એ એક કોન્ટ્રાક્ટર ને ફડાકાવાળી કરતા નગરપાલિકા વર્તુળ માં ચકચાર મચી જવા પામી હતી.બનાવ બાદ દોડી આવેલા આગેવાનોએ સમજાવટ કરી ’ ઘી નાં ઠામ માં ઘી’પાડી મામલો ઠીકઠાક કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ બગીચા કમીટી નાં મહીલા ચેરમેન નાં પુત્ર એ વિજ કોન્ટ્રાક્ટર ને ઉશ્કેરાઇ જઇ ફડાકા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી હતી.કોન્ટ્રાક્ટરે બગીચા માં લાઇટ ફીટ કરવાનું કામ સમયમર્યાદા માં કર્યુ નાં હોય ચેરમેન નાં પુત્ર નો મગજ છટક્યો હોય ફડાકા ઝીંકી દીધા હતા.બીજી બાજુ કોન્ટ્રાક્ટર નું કહેવું હતું કે વરસાદ ને કારણે ભગવતપરા માં દીવાલ સાથે વીજપોલ પડી ગયા હોય તે કામ મા રોકાયેલા હોવાથી બગીચાનું કામ લેઇટ થયુ હતુ.
અલબ બનાવ અંગે ચેરમેન નાં પુત્ર કાળુભાઇ એ ખુલાસો કર્યો હતો કે માત્ર કામ બાબતે ઠપકો આપ્યો હતો.બાકી કોઈ ઘટના બની નથી.બનાવ ને લઈ ને ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા,શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા,પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા સુધી પંહોચતા દોડી આવી સમજાવટ થી મામલો થાળે પાડ્યો હતો.પરંતુ ત્યાં સુધીમાં ફડાકાની ગુંજ શહેરીજનોમાં ચર્ચા નો વિષય બની જવા પામી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy