અમદાવાદમાં ત્રણ સંતાનનાં પિતા એવા મુસ્લિમ યુવકે હિન્દુ વિધવાની જીંદગી ઝેર કરી

Local | Ahmedabad | 28 March, 2024 | 04:51 PM
નામ બદલી પ્રેમજાળમાં ફસાવી, ગર્ભવતી બનાવી: દગાખોર યુવક સામે પોલીસ ફરિયાદ
સાંજ સમાચાર

અમદાવાદ તા.28

અમદાવાદની હિન્દુ કોમની એક વિધવા મહિલા કે જે હોમગાર્ડમાં કામ કરતી હતી તેને એ.એમ.ટી.એસ. બસનાં એક મુસ્લીમ કંડકટર કે જે અગાઉથી જ ત્રણ સંતાનનો પિતા હતો, તેણે હિન્દુ હોવાની ઓળખ આપી વિધવા મહિલા સાથે પ્રેમનું નાટક કરી ગર્ભવતી બનાવી દીધી હતી.

દરમ્યાન દગાખોરીનો ભોગ બનેલી આ મહિલા અધુરામાં પુરું કેન્સરનો ભોગ બની આથી આ મહિલા કંટાળી રિવર ફ્રન્ટ ઉપર આપઘાત કરવા પહોંચી હતી અને ત્યાં તેની આપવિતીનો વિડીયો બનાવી વાયરલ કરતા પોલીસે દગાખોર યુવાન સામે ફરિયાદ દાખલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ મજબૂર વ્યક્તિનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ તત્વો તૈયાર જ હોય છે. તેમાં પણ વાત કોઈ મહિલા કે યુવતીની આવે, ત્યારે આવા લોકો એકલી યુવતીને ફસાવવા માટે અનેક ષડયંત્ર રચતા હોય છે. આ વાત અમદાવાદની એક મહિલાની છે, જે હોમગાર્ડમાં નોકરી કરતી હતી. દરમિયાન શહેરમાં દોડતી એએમટીએસ બસના કંડકટર સાથે તેની ઓળખાણ થઈ. પછી પ્રેમ અને પછી ગર્ભવતી બનાવી. રહી જતું હોય તો યુવતીને કેન્સર થયું. સુરજ બની ભોળવનાર શખ્સ આખરે સલીમ નિકળ્યાની ખબર પડી. દુનિયાભરનું દર્દ ન જીરવી શકી તો રિવરફ્રન્ટ પર આપઘાત કરવાના ઈરાદે એક વિડીયો બનાવ્યો, પણ વિડીયો પ્રેમી સુધી પહોંચી ગયો. તેણે ફોસલાવીને નિકાહ કરી ધર્મ પરિવર્તન કરાવી દીધું. ગર્ભવતી યુવતી હવે ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધકકા ખાઈ રહી છે. મહિલા પોલીસે એએમટીએસના કંડકટર સામે ફરિયાદ નોંધી છે. જો કે, આ બદનસીબ યુવતી ન્યાય માટે હાલ સંઘર્ષ કરી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj