આઇપીએલ ઓક્શન હોય કે મેચ, કેમેરો કાવ્યા મારન તરફ હોય!

India, Sports | 28 March, 2024 | 04:47 PM
કાવ્યા 24 હજાર કરોડની નેટવર્થ ધરાવતા રાજકારણી-બિઝનેસમેન કલાનિધિ મારનની પુત્રી
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.28
આઈપીએલની રોમાંચક મેચ, જો ત્યા કાવ્યા મારન હાજર હોય તો કેમેરો તેની તરફ 100 ટકા હશે જ. જાણીતા બિઝનેસ મેનની દીકરી કાવ્યા મારન, તેની ટીમના પ્રદર્શન કરતા વધારે તો તેની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે.કાવ્યા મારનના દાદાનું નામ મુરાસોલી મારન અને દાદીનું નામ મલ્લિકા હતુ. તેમના 2 દીકરા કલાનિધિ મારન, દયાનિધિ મારન અને દીકરી અંબુકારસી છે. કાવ્યા મારનના પિતાનું નામ કલાનિધિ મારન અને માતાનું નામ કાવેરી મારન હતુ.

કાવ્યા મારનનો જન્મ રાજકારણ અને બિઝનેસના ધૂરંધરોના ઘરે થયો છે. કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન તમિલનાડુના પૂર્વ મુધ્યમંત્રી એમ. કરુણાનિધિના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના દીકરા છે. રાજનેતાઓના પરિવારથી હોવા છતા તે રાજકારણથી દૂર રહ્યા હતા.

કાવ્યા મારને ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંકળાયેલ લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ની ડિગ્રી મેળવી છે. તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી . કર્યું છે. કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની સીઈઓ છે.

એવું કહેવાય છે કે તેણીએ એમબીએ પૂર્ણ કર્યા પછી, તેના પિતા કલાનિતિ મારનને તેમના વ્યવસાયમાં મદદ કરી. કલાનિતિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે.
ચેન્નાઈમાં 6 ઓગસ્ટ 1992ના રોજ જન્મેલી કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર પેનલમાં સામેલ કરવામાં આવી હતી. તેને ક્રિકેટમાં ઊંડો રસ છે. માં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાવેલિંગના શોખીન કાવ્યાને સંગીત સાંભળવામાં પણ રસ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj