દુબઈ જતી ફલાઈટ માટેના એરપોર્ટ નિયમોમાં ફેરફાર: અનેક વસ્તુઓ નહી લઈ જઈ શકાય

India | 28 March, 2024 | 05:18 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
ફ્લાઈટમાં સેફટી મેજર્સને ધ્યાનમાં રાખીને એરપોર્ટે તેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ખાસ ફેરફાર દુબઈની ફ્લાઈટ પેસેન્જર માટે છે. સામાન્યરીતે કેબિન બેગમાં લોકો મેડિકેશન જેવી જરૂરી વસ્તુઓ સામાનને નથી લઈ જઈ શકતા.

પરંતુ હવે દુબઈ જતી ફ્લાઈટમાં એવું સંભવ નહીં હોય. ઘણી વખત લોકો અજાણતામાં એવી વસ્તુઓ પોતાની સાથે લઈ જાય છે, જેને ફ્લાઈટમાં લઈ જવી એ કાયદાકીય ગુનો ગણી શકાય. 

 

આ ઉત્પાદનો બેગમાં લઈ જઈ શકાતા નથી
► કોકેઈન, હેરોઈન, ખસખસ અને દવાઓ કે જેનાથી ચક્કર આવે છે.
► સોપારી, પાન અને કેટલીક જડી બુટીઓ વગેરે પણ લઈ શકાતી નથી.
► હાથીદાંત અને ગેંડાના શિંગડા, જુગારના સાધનો, થ્રી-લેયર ફિશિંગ નેટ અને બહિષ્કાર કરાયેલા દેશોમાંથી આયાત કરાયેલા માલસામાનનું ટ્રાન્સપોર્ટેશન પણ ગુનો ગણવામાં આવશે
► પ્રિટેન્ડ મેટેરિયલ, ઓયલ પેટિંગ, ફોટોગ્રાફ્સ, પુસ્તકો અને પથ્થરના શિલ્પો પણ લઈ જઈ શકાશે નહીં
► નકલી ચલણ, ઘરનું રાંધેલું ભોજન અને માંસાહારી ખોરાક પણ લઈ જઈ શકાતો નથી.

તમારી દુબઈની સફર દરમિયાન, ત્યાં ઘણા ઉત્પાદનો છે જેના માટે અગાઉથી પેમેન્ટ કરવાની જરૂર છે. આ યાદીમાં છોડ, ખાતર, દવાઓ, તબીબી સાધનો, પુસ્તકો, બ્યૂટી પ્રોડક્ટ્સ, ટ્રાન્સમિશન અને વાયરલેસ ઉપકરણો, આલ્કોહોલિક પીણાં, વાયરલેસ ડિવાઈસ, ઈ-સિગારેટ અને ઈલેક્ટ્રોનિક હુક્કાનો સમાવેશ થાય છે.

 

કેટલીક દવાઓ લઈ શકતા નથી
► બીટામેથોડોલ
► આલ્ફા-મેથાઈલફેનાનિલ
► કેનાબીસ
► કોડોક્સાઈમ
► ફેન્ટાનીલ
► ખસખસનો ભૂકો
► મેથાડોન
► અફીણ
► ઓક્સિકોડોન
► ટ્રાઈમેંપરિડીન
► ફેનોપેરિડીન
► કેથિનોન
► કોડીન
► એમ્ફેટામાઇન

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj