નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિનોબા ભાવે શાળા નં.93, રવીન્દ્રનાથ ટાગોર શાળા નં.64બી, પ્રાણનાથજી શાળાનં.85 અને શાળા નં.87ની મુલાકાત લીધી હતી. જેમાં વર્ગખંડમાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ કાર્ય, બાળકોને આપવામાં આવતું મધ્યાહ્ન ભોજન, નવા ક્લાસરૂમનું બાંધકામ, નીઓ કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ સ્માર્ટ કલાસ દ્વારા બાળકોને અપાતું શિક્ષણ વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, લગત શાળાના સી.આર.સી. તથા આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. ડે.કમિશ્નરે મધ્યાહન ભોજન અંગે બાળકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy