નવી દિલ્હી, તા.21
ભારતીય ક્રિકેટ ટીમ અને કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્ટાર ફિનીશર રિન્કુસિંહે પોતાના તોફાની બેટીંગથી તો ફેન્સને દિવાના કર્યા જ છે, હવે તેની ડાન્સ મુવમેન્ટ પણ લોકપ્રિય થઇ રહી છે!
રિન્કુસિંહે પોતાના કોચ ચંદ્રકાંત પંડિત સાથે ‘ઓલે...ઓલે..’ ગીત પર ઠુમકા લગાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. કોલકતા નાઇટ રાઇડર્સ એટલે કે કેકેઆરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે.
જેમાં રિન્કુસિંહ ટીમના કોચ ચંદ્રકાંત પંડિત સાથે જોરદાર મસ્તી કરતો જોવા મળે છે. કોચની સાથે જાણીતું ગીત ‘ઓલે ઓલે’ પર ડાન્સ કરી રહ્યો છે. બંનેએ શાનદાર સ્ટેપ લગાડી ફેન્સને દિવાના કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ-2024ના મિનિ ઓકસનમાં કેકેઆરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કન રેકોર્ડ બ્રેક 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો વેચનાર ખેલાડી બન્યો હતો અને તેનું સ્વાગત રિન્કુસિંહે અનોખી સ્ટાઇલથી કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy