બેંગલુરૂ: એક સમય એવો હતો કે બોલીવુડની ફિલ્મમાં ‘પડોશન’ ને ચાંદ કા ટુકડા કહીને ગીત રચાતા હતા પણ હવે બેંગલુરૂમાં ‘મેરે સામને વાલી ખીડકી સે... કહીને અહીના ગાંધીનગરમાં સેકસ માણે છે તે સમયે તેમના બેડરૂમની બારીઓ ખુલ્લી રાખે છે જેનાથી તેઓને અરૂચીકર (!!!) દ્રશ્યો જોવાની ફરજ પડે છે.
આ ગૃહિણીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, યુગલને કહો કે તે બારીબંધ કહીને જ આ રીતે રાત્રીના ચૂપે... જો કે આ યુગલ પણ ઓછુ ન હતું તેઓએ વળતી ફરિયાદ દાખલ કરીને કહ્યુ કે, વાસ્તવમાં તેઓને આ ફલેટ ખાલી કરાવવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે તેથી ઈરાદાપૂર્વક આ પ્રકારના ઝગડા કરે છે.
હવે પોલીસે બન્ને તરફની ફરિયાદ તો લીધી છે પણ કઈ રીતે તેમાં આગળ વધશું તે અંગે કાનૂની થોથા ઉથલાવી રહી છે. અહી બોલીવુડની ફિલ્મ કરતા અલગ રીતે વિન્ડોએ બે પાડોશી વચ્ચે વિવાદ બની છે. બેંગલુરુના ગાંધીનગરના અનાલાહીલી એરીયામાં રહેતા 48 વર્ષના ગૃહિણી અને તેના પતિ જયારે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા તો આ પ્રકારે પ્રથમ ફરિયાદ આવ્યાનો અહેસાસ થયો.
પાડોશી યુવા યુગલ તેમના બેડરૂમની બારીઓ બંધ રાખે તે જરૂરી હોવાનું કહીને ઉમેર્યુ કે રાત્રીના 10 વાગ્યા પછી તેમને બારણા ખોલવામાં મુશ્કેલી પડે છે. કારણ કે બારીમાંથી જે દ્રશ્યો જોવા મળે છે તે ‘રૂચીકર’ નથી.
જો કે બન્ને યુગલે બાદમાં પોલીસ સ્ટેશન પહોંચીને તેઓ વચ્ચે સમાધાન થઈ ગયુ છે તેવુ જણાવીને ફરિયાદ પાછી ખેચવા તૈયારી કરી પણ એફઆઈઆર ફાટી ગઈ હતી તેથી હવે તે માટે પણ કોર્ટમાં જવું પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy