અમદાવાદ, તા.28
અમદાવાદના બપોલ વિસ્તારના બિલ્ડર ઘુમા એરીયામાં હતા ત્યારે તેમના પર 10 લોકોએ હુમલો કરતાં સ્વ બચાવમાં પોતાની રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
મુળ ધંધુકાના વતની અને બોપલનાં શાશ્ર્વત એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય ઉપેન્દ્રસિંહ ચાવડા ક્ધટ્રક્શનનો બિઝનેશ કરે છે તેમની પર ધુમા એરિયામાં સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી, બપોલના અનિલસિંહ પરમાર સહિતના 10 શખ્સોએ કાર ઉપર હુમલો કરતા સ્વ બચાવમાં પોતાની રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. આ બનાવમાં નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ઉપેન્દ્રસિંહે જણાવ્યા મુજબ તેઓ બે વર્ષથી દાદાબાપુ પરછમધામ ખાતે નિયમિત ભુવા પાસે જતા હતા પરંતુ ચાર માસથી જઇ નહીં શકતા આ બાબતનો ખાર રાખી વિજયસિંહ અને રાજેન્દ્રસિંહે ફોન ઉપર ઝઘડો કરી સમાધાન માટે બોલાવ્યા હતા. બાદમાં હુમલો કરતા સ્વ બચાવમાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy