ચેન્નાઇ, તા. 26
આઇપીએલ ટુર્નામેન્ટના સાતમાં મેચમાં આજે બે નવા કેપ્ટનોની ટકકર થવાની છે ચેન્નાઇ સુપર કિંગના ઋતુરાજ ગાયકવાડ અને ગુજરાત ટાઇટન્સના શુભમન ગીલ સામસામે ટકરાશે. બંને ટીમોએ જીત સાથે શરૂઆત કરી છે. એટલે સળંગ બીજી જીત કઇ ટીમ મેળવી શકે છે તેના પર મીટ રહેશે અને બંને કેપ્ટનોની અગ્નિપરીક્ષા થશે.
પીઢ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલની શરૂઆત પૂર્વે જ કેપ્ટનશીપ છોડી દીધી હોવાથી ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઇ સુપર કિંગનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બેંગ્લોર સામેના પ્રથમ મેચમાં તેણે જીત હાંસલ કરી હતી.
બીજી તરફ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ હાર્દિક પંડયાના સ્થાને શુભમન ગીલને સોંપવામાં આવી છે અને તેણે પણ પોતાની કેપ્ટનશીપમાં મુંબઇ સામે ટીમને વિજય અપાવ્યો હતો.
24 વર્ષીય ગીલ વર્તમાન લીગમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન છે. વ્યુહબાજીમાં માહિર આશીષ નેહરાના કોચ પદ હેઠળ એ અસરકારક રણનીતિ બનાવીને ટીમને નેતૃત્વ પુરૂ પાડી રહ્યો છે અત્યાર સુધીના ઇતિહાસમાં બંને ટીમો પાંચ મેચો રમી છે જેમાંથી ગુજરાતે 3 અને ચેન્નાઇએ બે મેચમાં વિજય હાંસલ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy