મુંબઇ, તા.27
ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનનું પાત્ર સૌને પસંદ આવ્યું હતું. તેની સામે એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની પણ ખૂબ જ પ્રશંસા થઇ હતી. આ ઉપરાંત ફિલ્મમાં એક વધુ અભિનેત્રી પણ લાઇમ લાઇટમાં રહી હતી અને તે છે સામંથા રુથ પ્રભુ. ‘પુષ્પા’માં ઉં. અંટાયા આઇટમ સોંગ પર તેણે કરેલા ડાન્સે લોકોને દિવાના કર્યા હતા.
હાલ ‘પુષ્પા-2’નું કામ ચાલુ છે ત્યારે અગાઉ એવી ખબર આવી હતી કે સામંથાનું પાર્ટ-2 માટે આઇટમ સોંગ ઓફર કર્યું હતું પણ સામંથાએ તે ઠુકરાવ્યું હતું. પણ હવે સામંથાના ફેન્સ માટે મોટી ખબર બહાર આવી છે. કહેવામાં આવે છે કે ‘પુષ્પા-2’માં સામંથા વાપસી થઇ શકે છે. આ સાથે તે ‘પુષ્પા-3’માં પણ એક મોટા પાત્રમાં નજરે પડશે.
ચર્ચા છે કે, તેને એક મહત્વની ભૂમિકા ઓફર કરાઇ છે. ‘પુષ્પા-2’માં જયા સામંથાનો ડાન્સ ક્લાઇમેક્સનો મહત્વનો ભાગ બનશે ત્યારે પુષ્પા-3માં તે મહત્વના પાત્રમાં જોવા મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy