શેરબજારમાં નાણાં વર્ષના છેલ્લા દિવસે સેન્સેક્સ 1150 પોઇન્ટ ઉછળ્યો: સોનુ 69000ને પાર

India, Business | 28 March, 2024 | 04:34 PM
ઇન્ડેક્સ બેઇઝડ તમામ હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલીથી જોરદાર તેજી: કાલે રજા હોવાથી હવે આવતા સપ્તાહે નવા નાણાં વર્ષનાં ટ્રેન્ડ પર નજર
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
મુંબઇ શેરબજારમાં આજે નાણાંકીય વર્ષના છેલ્લા દિવસો આગ ઝરતી તેજી થઇ હતી. સેન્સેક્સ તથા નિફટી નવી ઉંચાઇએથી જરાક દુર રહી ગયા હતા. સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 1150 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં આવતીકાલે ગુડફ્રાઇડેની રજા હોવાથી આજે નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હતો. અર્થતંત્રના વૃદ્ધિદરનો અંદાજ વધારતો વધુ એક રીપોર્ટ આવતા સારી અસર હતી. વિદેશી તથા લોકલ નાણાં સંસ્થાઓની ચિકકાર ખરીદીનો પડધો હતો. મ્યુચ્યુઅલ ફંડોની એનાયેશી વધારવા માટે ખરીદી હોવાની પણ અટકળો વ્યકત થતી હતી.

આવતા સપ્તાહમાં રીઝર્વ બેંક વ્યાજ મોરચે સારા સમાચાર આવશે તેવો આશાવાદ પણ વ્યકત થતો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આજે મુખ્યત્વે ઇન્ડેક્સ બેઇઝડ હેવીવેઇટ શેરોમાં જ મોટો ઉછાળો રહ્યાનું સૂચક છે. હવે આવતા સપ્તાહે નવા નાણાંકીય વષ4ના પ્રારંભે ટ્રેન્ડ કેવો રહે છે તે મહત્વનું બનશે.

શેરબજારમાં આજે મોટાભાગના હેવીવેઇટ શેરો ઝળક્યા હતા. જેએસડબલ્યૂ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારુતી, નેસલે, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ સહિતના શેરોમાં ઉછાળો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 1129 પોઇન્ટના ઉછાળાથી 74125 હતો તે ઉંચામાં 74190 તથા નીચામાં 73120 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 374 પોઇન્ટના ઉછાળાથી 22497 હતો તે ઉંચામાં 22516 તથા નીચામાં 22163 હતો.

બીએસઇમાં આજે 3906 શેરોમાં ટ્રેડીંગ થયા હતા તેમાંથી 1989માં સુધારો હતો અને 1808માં ઘટાડો રહ્યો હતો. 128 શેરો બાવન સપ્તાહની નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. જ્યારે 139માં વર્ષની નીચી સપાટી હતી. આ શેરોમાં તેજીની સર્કિટ લાગી હતી જ્યારે 320માં ઉંધી સર્કિટ હતી.

બીએસઇનું માર્કેટ કેપીટલાઇઝેશન ઉંચકાઇને 388.25 લાખ કરોડે પહોંચ્યું હતું. શેરબજાર ઉપરાંત સોના-ચાંદીમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો હતો અને ભાવ 69000ને વટાવીને નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. રાજકોટમાં હાજર સોનુ 5501 ઉછાળાથી 69200 રહ્યું હતું જ્યારે ચાંદીનો ભાવ 76000ના સ્તરે હતો. કોમોડીટી એક્સચેંજમાં સોનુ 66550 હતું. ચાંદીના 74500 હતા. સોનાના ઉંચાભાવને કારણે ચાલુ મહિનામાં સોનાની આયાતમાં 90 ટકાનો ઘટાડો થવાની ભીતિ વ્યકત થઇ રહી છે. રીટેઇલ ડીમાંડમાં ઘટાડો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj