રાજયમાં સૌથી વધુ આકરો તાપ અમરેલીમાં: 40.8 ડિગ્રી

Gujarat, Saurashtra | Rajkot | 29 March, 2024 | 12:34 PM
અમદાવાદ, રાજકોટમાં એક સરખી ગરમી; ઓખા-સાસણગીર વેરાવળમાં હજુ રાહત: રાજયમાં હજુ પારો ઉચકાય તેવી શકયતા
સાંજ સમાચાર

રાજકોટ,તા.29
રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ઉનાળાનાં પ્રારંભે જ લઘુતમ તાપમાનનો પારો ઉચકાતા કાળઝાળ ગરમીથી જનજીવન પર અસર જોવા મળી રહી છે. ઉનાળાનાં પ્રારંભે જ પારો 40 ડિગ્રીને પાર જતા રાજયમાં ગરમીનો કહેર અનુભવાઈ રહ્યો છે. રાજયમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં પારો 41 ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ જિલ્લો અમદાવાદની સરખામણી કરી રહ્યો છે. રાજકોટ અને અમદાવાદ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે ટોપી, મોઢે રૂમાલ બાંધી પસાર થતા જોવા મળી રહ્યા છે.

મોટાભાગે લોકો છાંયડામાં ઉભા રહેવાનું પસંદ કરે છે. ગરમીથી બચવા એસી, એરકુલર, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, સરબત અને ગરમી સામે રક્ષણ આપતા જયુસ, લચ્છી, શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે.

રાજયમાં નોંધાયેલ લઘુતમ તાપમાનનાં આંકડા જોતા અમદાવાદ 40 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી, બરોડા 39.6, ભાવનગર-38.2, ભુજ 39.2, છોટા ઉદેપુર 39.2, દાહોદ 38.3, દમણ 32.6, ડાંગ 38.3, ડીસા 39.1, દીવ 31.7, દ્વારકા 29.1, ગાંધીનગર 39.6, જામનગર 34.4, કંડલા 33.9, નલીયા 34.0, નર્મદા 38.8, ઓખા 31.6, પોરબંદર 36.0, રાજકોટ 39.8, સાસણગીર 31.7, સુરત 37.6, સુરેન્દ્રનગર 40, વલસાડ 35.0, વેરાવળ 30.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજયમાં સૌથી વધુ લઘુતમ તાપમાન અમરેલી જિલ્લામાં 40.8 ડિગ્રી નોંધાયું છે. બીજા ક્રમે અમદાવાદ અને ત્રીજા ક્રમે રાજકોટ 39.8 ડિગ્રી રહ્યું છે.  ઉનાળાના પ્રારંભે જ સૂરજ દેવ આકરા થતા જનજીવન અને પશુ પંખીઓ પર ગરમીની અસર વર્તાવા લાગી છે.

જો કે દરિયાઈ કાંઠાળ વિસ્તારના વેરાવળ, ઓખા, દીવ, દ્વારકામાં હજુ ગરમીમાં રાહત જોવા મળી રહી છે. આગામી દિવસો હજુ પારો ઉંચકાય તેવી હવામાન ખાતાએ આગાહી વ્યકત કરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj