મુંબઈ તા.26
બોલિવુડ એકટ્રેસ તાપસી પન્નુએ લગ્ન કરી લીધા છે! જીહા, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે હાલમાં જ ઉદયપુરમાં પોતાના બોયફ્રેન્ડ મેથિયાસ વોએ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન 23 માર્ચ શનિવારે થયા છે. જોકે આ લગ્નને કોઈ અધિકૃત પુષ્ટિ નથી.
રિપોર્ટ અનુસાર આ લગ્નમાં એકટ્રેસનો પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રિત કરાયા હતા. જેમાં અનુરાગ કશ્યપ અને પાવેલ ગુલાટી સામેલ હતા. લગ્ન ઉદયપુરમાં થયા હતા અને ખૂબજ પ્રાઈવેટ રખાયા હતા. લગ્ન પહેલા પ્રિ-વેડીંગ સેરમનીની શરૂઆત 20 માર્ચે જ શરૂ થઈ ગઈ હતી.
તાપસીના લગ્નમાં કનિકા ઢિલ્લો અને તેના પતિ હિમાંશુ શર્મા પણ હાજર હતા. સ્ટેન્ડ અપ કોમેડિયન અભિલાષ થાપિયાલ પણ તાપસીના લગ્નમાં હાજર હતો.
જાણવા મળતી વિગત મુજબ તાપસી ટુંક સમયમાં જ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈમાં પાર્ટી આપશે.
તાપસીના લગ્નની એક ઝલક શેર કરતા પાવેલ ગુલાટીએ લખ્યું હતું-ટવીંકલ ટવીંકલ લિટલ સ્ટાર, હમે નહીં પતા કિ જય કહાં હૈ! જાણવા મળતી વિગત મુજબ ઉદયપુરમાં તાપસી અને મેથિયાએ શિખ અને ખ્રિસ્તી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બોસે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બન્ને પહેલી વાર 2013માં ઈન્ડિયન બેડ મિન્ટનના ઉદઘાટન સમારોહમાં મળ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy