નવી દિલ્હી,તા.27
અમેરિકાના બાલ્ટીમોરમાં ફ્રાન્સીસ સ્કોટ પુલ ધસી પડવાથી ભારતમાં કોલસાનું સંકટ ઘેરું બની શકે છે. ઉપરાંત ભારતીય આયા તકો માટે લોજીસ્ટીકસ વિધ્નો પણ પેદા થઈ શકે છે.
જહાજની ટકકરથી બાલ્ટીમોરનો પુલ તુટી પડવાથી કોલસા નિકાસ માટે મહત્વના કેન્દ્ર બાલ્ટીમોર હાર્બરથી પરિચાલન હાલ સ્થગીત થઈ ગયું છે.
અમેરિકા સ્થિત એક વેપારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાથી આયાતકાર ભારત પોતાની પુરવઠા શૃંખલાને લઈને પડકારોનો સામનો કરી રહ્યુ છે. આ ઘટનાથી આર્ક કોલ (કોલસો)ના શિપમેન્ટના પ્રતિબંધીત થવાથી ભારતીય આયાતકારોને મુશ્કેલી પડશે અને ભારતમાં કોલસાનું સંકટ ઘેરાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy