રાજકોટ, તા.18
વડોદરા લોકસભા બેઠક ભાજપ માટે હોટ ટોપીક બની રહી છે અને પહેલા પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ આ બેઠક માટે ટિકિટ ન મળતા જે રીતે જાહેરમાં સીટીંગ સાંસદ અને ફરી ટીકીટ મેળવવામાં સફળ રહેલા રંજનબેન ભટ્ટ સામે પ્રશ્ન ઉઠાવ્યા તો હવે વાઘોડીયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં આવ્યા છે.
વડોદરામાં લોકસભા ઉપરાંત વાઘોડીયાની ધારાસભા બેઠકની પણ ચૂંટણી યોજાવાની હોવાથી તેમને જો કોંગ્રેસ નબળો ઉમેદવાર મુકે તો હું પણ ચૂંટણી લડીશ. અગાઉ પણ ધારાસભા ચૂંટણી સમયે શ્રીવાસ્તવે વાઘોડીયા બેઠક ઉપર બળવો કર્યો હતો અને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
જેના કારણે આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા હતા. જો કે ભાજપે બાદમાં તેમને મેનેજ કરી લીધા છે અને વાઘેલાએ હાલમાં જ આ બેઠક ઉપરથી રાજીનામુ આપી દીધું છે અને ફરી વખત તેઓ ભાજપની ટીકીટ ઉપર ચૂંટણી લડે તેવી શક્યતા છે. તે સમયે હવે મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં આવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy