વિમેન્સ પ્રીમિયર લિગ : આરસીબીની જીત બાદ બેંગ્લુરૂના રસ્તાઓ થયા જામ : ચાહકોએ વિજયની જોરદાર ઉજવણી કરી

India, Sports, Woman | 18 March, 2024 | 12:14 PM
સાંજ સમાચાર

બેંગ્લુરૂ, તા. 18
વિમેન્સ પ્રીમિયર લીગ 2024માં, સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. IPLના ઈતિહાસમાં RCBએ એક પણ વખત ટાઈટલ જીત્યું નથી પરંતુ WPLની બીજી સિઝનમાં RCBએ ટાઈટલ જીત્યું હતું.

RCBની જીત બાદ ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. RCBના ચાહકોએ બેંગલુરુના રસ્તા પર જોરદાર ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ચાહકોએ ખૂબ જ ભવ્ય રીતે આ જીતની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેંગલુરુનો હોવાનું કહેવાય છે જેમાં RCBના હજારો ચાહકો તેમની ટીમના ચેમ્પિયન બનવાની ઉજવણી કરી રહ્યા છે. આ વિજયની ઉજવણીમાં બેંગ્લુરૂમાં રસ્તાઓ જામ થઇ ગયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj