અંત ભલા, તો સબ ભલા...

રોહિતે હાર્દિકને લાઇવ ઇન્ટરવ્યુ વખતે ભેટીને કિસ આપી, MI ના કેપ્ટનને મેચ બાદ તેને ઊંચક્યો : આઈપીએલ વખતનો ખટરાગ દૂર થયો

India, Sports | 01 July, 2024 | 10:46 AM
સાંજ સમાચાર

બાર્બાડોસ 
ગત શનિવાર 29 જૂનના રોજ ભારતે આફ્રિકાને 7 રનથી હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. એક વખત એવું લાગી રહ્યું હતું કે ભારતના હાથમાંથી મેચ સરકી રહ્યો છે. પરંતુ હાર્દિક પંડ્યાએ સ્ફોટક બેટર ક્લાસનની ખરા સમય પર વિકેટ ઝડપી. ત્યારબાદ તેને છેલ્લી ઓવરના પ્રથમ દડા પર મિલરની વિકેટ લીધી. આ રીતે તેને મેચમાં ત્રણ મહત્વની વિકેટ લીધી હતી.

છેલ્લા બોલ બાદ મેચમાં જીત બાદ હાર્દિક રોહિત સહિત અનેક ખેલાડીઓ ગ્રાઉન્ડ પર બેસી રડી પડ્યા. આ ખુશીનાં આંસુ હતાં. ત્યારબાદ ખેલાડીઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા તે સમગ્ર હાર્દિકના લાઇવ ઇન્ટરવ્યૂ વખતે એકાએક રોહિત આવી ને હાર્દિકને કિસ આપી, તેને મેચ બાદ ઊંચકી લીધો હતો. આ સાથે આઈપીએલ વખતની બન્ને વચ્ચે ચાલી રહેલા ખટરાગ દૂર થયો હતો. 

વાત એમ છે કે ગત 15 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાત ટાઇટન્સ માંથી ઓલ ટ્રેડ ડીલ કર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સએ રોહિતના સ્થાને હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો. આ સાથે સોશ્યલ મીડિયા પર મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો દ્વારા ગેરવર્તન કરવા જોવા મળ્યું હતું. અધૂરામાં પૂરું જ્યારે હાર્દિકની કેપ્તનશિપમાં આઇપીએલમાં મુંબઈ ખૂબ ખરાબ પર્ફોર્મ કર્યું અને પોઇન્ટ ટેબલ પર છેલ્લે સ્થાન પ્રાપ્ત કર્યું.

મેચ દરમિયાન પણ રોહિત અને હાર્દિક વચ્ચે નાની મોટી માથાકૂટ ચાલતી હોય તેવું લાગતું હતું. ટીમમાં બે ગ્રુપ થઈ ગયા હોય એમ મીડીયા રિપોર્ટ આવી રહ્યા હતા. પરંતુ ટી20 વર્લ્ડ કપ બાદ બધું બદલાઈ ગયું અને સારા દ્રશ્યો જોવા મળ્યા. કહેવાય છે ને, અંત ભલા, તો સબ ભલા...

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj