ગુવાહાટી: રાજકીય નેતાઓ નાણાના ઢગલા આળોટતા હોય છે પણ ભાગ્યે જ તેનું પ્રદર્શન કરે છે પણ આસામના એક રાજકીય નેતા બેન્જામીન બાસુમતારીની એક તસ્વીર વાયરલ થઈ છે જેમાં તેઓને રૂા.500ની નોટોના ઢગલાઓ પર સુતેલા દર્શાવાયા છે.
આ તસ્વીર વાયરલ થતા જ જબરી ચર્ચા જાગી પણ બાદમાં ખુલાસો થયો કે બાસુમતારીએ ભાજપના સાથી પક્ષ યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લીબરલના સસ્પેન્ડેડ નેતા છે. તેઓને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ આ વર્ષે 10 જાન્યુઆરીના રોજ જ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
તેઓ બોડોલેન્ડ કાઉન્સીલના સભ્ય પણ હતા અને અન્ય પદો પર હતા તે તમામ પરથી સસ્પેન્ડ કરાયા છે તો પક્ષે એવી પણ સ્પષ્ટતા કરી કે આ તસ્વીર પાંચ વર્ષ પુર્વે લેવાયેલી છે અને તસ્વીરમાં જે રોકડ દેખાય છે તે તેમના બહેનની છે. પક્ષે આ તસ્વીરથી પોતાને સલામત રાખવા પ્રયાસ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy