બુમરાહ સામે હાર્દિક જૂનું વેર વાળે છે?

India, Sports | 28 March, 2024 | 12:29 PM
બુમરાહને બોલિંગ આપવામાં ઢીલ: હાર્દિકનું ધીમું બેટીંગ સહિતના નિર્ણયો ચર્ચામાં
સાંજ સમાચાર

હૈદરાબાદ: તા 28 
મેચમાં જીત-હાર તો થતા જ રહે છે. માત્ર એક ટીમ જ વિજેતા બની શકે છે, આવી સ્થિતિમાં તમે દરેક મેચ જીતી શકતા નથી અને ઘણી વખત સારું રમવા છતાં તમારે હારનો સામનો કરવો પડે છે. મુંબઈ ઈન્ડિયન્સનો નવનિયુક્ત કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર ટીકાકારોના નિશાના પર છે.

આઈપીએલની 17મી સીઝનની 8મી મેચમાં ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની કારમી હારમાં તેના ઘણા નિર્ણયો પ્રશ્નના ઘેરામાં છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ગઈકાલે રાત્રે હાઈ-સ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની ધજયા ઉડાવી દીધી હતી

આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. હૈદરાબાદે તેના ત્રણ બેટ્સમેનોની તોફાની અડધી સદીના કારણે 277/3નો રેકોર્ડ બ્રેક સ્કોર બનાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ સ્કોર પાછળ હાર્દિક પંડ્યાની ખરાબ કેપ્ટન્સી પણ એક મોટું કારણ છે. 

કેપ્ટન હાર્દિક પંડ્યા મેચમાં પિચ વાંચવાનું સંપૂર્ણપણે ચૂકી ગયો. કદાચ આ જ કારણ હતું કે તેણે મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાને બદલે બોલિંગ પસંદ કરી હતી. મુંબઈ હંમેશા ચેમ્પિયન ખેલાડીઓથી ભરેલું રહ્યું છે. તેના દરેક ખેલાડી 100-100 પર ભારે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ફક્ત કેપ્ટન પર નિર્ભર કરે છે.

બોલિંગ દરમિયાન પ્રથમ 10 ઓવરમાં જસપ્રિત બુમરાહનો વધુ ઉપયોગ ન કરવો એ પણ મોટી ટેકનિકલ ભૂલ હતી. સતત બીજી મેચ માટે, હાર્દિક પંડ્યા પ્રથમ ચેન્જ એટેક તરીકે જસપ્રિત બુમરાહનો ઉપયોગ કરી રહ્યો છે. તે પોતે બોલિંગ શરૂ કરે છે.

હૈદરાબાદ સામે નવો બોલ બિનઅનુભવી ક્વેન મફાકા અને પોતાને ફેંકવાનું શરૂ કર્યું. ચોથી ઓવરમાં બુમરાહને લાવવામાં આવ્યો ત્યાં સુધીમાં ટ્રેવિસ હેડ પહેલેથી જ આક્રમણની સ્થિતિમાં ગયો હતો.

જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ મેદાનની ચારે બાજુ છગ્ગા અને ચોગ્ગા મારવાનું શરૂ કર્યું, ત્યારે હાર્દિક પંડ્યા સંપૂર્ણ રક્ષણાત્મક મોડમાં ગયો. જછઇંની ઇનિંગ્સ દરમિયાન, પ્રથમ 10 ઓવરમાં, માત્ર ચોથી ઓવર એવી હતી જેમાં કોઈ બાઉન્ડ્રી ફટકારવામાં આવી ન હતી અને તે બુમરાહે બોલ્ડ કરી હતી.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની સરેરાશ કેપ્ટનશિપની નિંદા કરી છે. ગુજરાત ટાઇટન્સ સામે 14 રન આપીને ત્રણ વિકેટ લેનાર બુમરાહને આ મેચમાં ભલે એક પણ વિકેટ મળી ન હોય, પરંતુ તે ચાર ઓવરના ક્વોટામાં 36 રન આપીને મુંબઈનો સૌથી વ્યાજબી બોલર બન્યો.

278 રનના વિશાળ સ્કોરનો પીછો કરતા પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને યુવા ઓપનર ઈશાન કિશને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા અને તે હૈદરાબાદના સ્કોરથી માત્ર પાંચ રન પાછળ હતી. 10 ઓવરમાં સ્કોર 141/2 હતો.

જ્યારે હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો ત્યારે ટીમને જીતવા માટે 56 બોલમાં 127 રનની જરૂર હતી, જે રીતે બેટિંગ ચાલી રહી હતી તે રીતે સ્કોર હાંસલ કરી શકાયો હોત, પરંતુ જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ મેચ જીતવા માટે રમી રહ્યા હતા ત્યારે હાર્દિક પંડ્યા 20 બોલમાં માત્ર 24 રન બનાવ્યા. તિલક વર્માએ 36 બોલમાં 64 રન ફટકારીને મુંબઈનો સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj