નીચલી કોર્ટનો ચુકાદો પલટી સુપ્રીમની ટિપ્પણી: વાણી સ્વાતંત્ર્ય માટે આ ખતરો

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: પબ્લિશ આર્ટિકલ પર તપાસ વિના રોક લગાવવી મોતની સજા સમાન

India | 28 March, 2024 | 12:36 PM
ઝી એન્ટરટેઈન્મેન્ટ લિમિટેડ વિરુદ્ધ બ્લુમબર્ગે છાપેલા આર્ટિકલના કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
સુપ્રીમ કોર્ટે એક મીડીયા હાઉસમાં પ્રસિદ્ધ થયેલા લેખ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ આર્ટિકલ કેટલો નુકશાનકારક છે, એ જાણ્યા વિના તેના પર રોક લગાવવી એ મોતની સજા આપવા સમાન છે.

આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વાણી સ્વાતંત્ર્ય માટે આ બહુ જોખમી છે. આવું કરવાથી ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ સાથે સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટીને આર્ટિકલ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે.

આ મામલો બ્લુમબર્ગમાં ઝી એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ છપાયેલા આર્ટિકલને લઈને છે. નીચલી કોર્ટ અને હાઈકોર્ટે આર્ટિકલને હટાવવા આદેશ આપ્યો હતો. ત્યારપછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે, કોઈપણ મીડીયા આર્ટિકલના પ્રકાશન પર રોક લગાવવાના આદેશમાં કોર્ટે સાવધાની રાખવી જોઈએ, ખાસ કરીને જયારે એ સાબીત થવાનું બાકી છે કે આવા આર્ટિકલનો ક્ધટેન્ટ દુર્ભાવનાપૂર્ણ કે ખોટો તો નથી ને.

21 ફેબ્રુઆરીએ બ્લુમબર્ગે ઝી એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ એક લેખ પ્રકાશિત કર્યો હતો. બ્લુમબર્ગે પોતાના આર્ટિકલમાં કહ્યું કે સિકયોરિટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી) એ ઝી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડના એકાઉન્ટીંગમાં 241 મિલિયન ડોલરની કેટલીક ગરબડ છે. જો કે, સેબી તરફથી આ સંબંધમાં કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો. આર્ટિકલ પ્રસિદ્ધ થયા પછી ઝીએ આ આરોપોને ફગાવતા કહ્યું કે, બ્લુમબર્ગે સેબીના ઓર્ડર વિના ખોટો અને બોગસ રિપોર્ટ છાપ્યો છે.

ઝીએ આ લેખ અંગે બ્લુમબર્ગ અને તેના પત્રકારો વિરુદ્ધ દિલ્હી ડિસ્ટ્રીકટ કોર્ટમાં માનહાનીને કેસ દાખલ કર્યો હતો. 28મી ફેબ્રુઆરીએ એડિશનલ ડીસ્ટ્રીકટ જજ હરજોતસિંહ ભલ્લાએ ઝી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

બ્લુમબર્ગને કહ્યું કે એ એક સપ્તાહમાં ડિફેમેટરી આર્ટિકલને હટાવે. આ ચુકાદાની વિરુદ્ધ બ્લુમબર્ગે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 14મી માર્ચે હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો અને બ્લુમબર્ગને આર્ટિકલ હટાવવા આદેશ આપ્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj