નેતાઓ દ્વારા નારી શક્તિનો જય જયકાર! લાલાઓ લાભ વગર નથી લોટતા!

India, Politics, Woman, Lok Sabha Election 2024 | 19 March, 2024 | 12:21 PM
છેલ્લા કેટલાક સમયથી મહિલા મતદાતાઓની ભાગીદારીમાં સતત વધારો: આવનારા દિવસોમાં મહિલા મતદારોની સંખ્યા પુરુષોને આંબી જશે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.19
આ વખતે લોકસભા ચૂંટણીમાં નેતાઓ નારી શક્તિનો જય જયકાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ માતાઓ, બહેનો, દીકરીઓની શક્તિની સાથે તુલના કરી છે.
શા માટે નેતાઓ નારી શક્તિઓનો જય જયકાર કરી રહ્યા છે તો લોકસભા ચૂંટણીમાં આ વખતે 49.10 કરોડ મહિલા મતદાતાઓ ભાગ લેશે.

આ આંકડામાં નારી શક્તિનું પલડુ થોડું હળવું દેખાઈ રહ્યું છે, પણ અસલ તસ્વીર બદલાઈ ચૂકી છે. પુરુષોની તુલનામાં મહિલાઓ રાજકીય પક્ષોની નજરે વધુ મહત્વની થઈ ગઈ છે અને તેનું ખાસ કારણ છે.

આ ખાસ કારણ એ છે કે 4 કરોડ મહિલા મતદાતા છેલ્લા પાંચ વર્ષમાં વધી છે. 2019માં 43.1 કરોડ મહિલા વોટર હતી જે 2024માં વધીને 47.1 કરોડ થઈ ગઈ છે. આ જ રીતે 85 બેઠકો એવી હતી. 2009માં જયાં મહિલા વોટર પુરુષોથી વધુ હતી. 2019માં એવી બેઠકોની સંખ્યા 110 હતી.

દર લોકસભાએ મહિલા મતદાતામાં વધારો: ગત ત્રણ સામાન્ય ચુંટણીઓમાં મહિલા મતદાતાઓની સંખ્યા વધતી ગઈ હતી જે મુજબ 2009માં 45.8 મહિલા મતદાતા વધીને 2014માં 47.2 ટકા અને 2014માં 48.2 ટકાએ પહોંચી હતી.

આગળ શું અનુમાન?: આ વર્ષે 2024માં 49 ટકા મહિલા મતદારની સંખ્યા થઈ જશે. જયારે 2029થી વોટ આપનારી મહિલાઓની સંખ્યા પુરુષથી વધી જશે. 55 ટકા ભાગ સ્ત્રીનો અને 45 ટકા ભાગ પુરુષોનો વર્ષ 2047માં મત આપનારાઓમાં થઈ જશે.

સતત વધી રહી મહિલા વોટરોની ભાગીદારી
► 1.89 કરોડ એવા મતદાતા છે, જે વોટ આપવાને લાયક વય સીમામાં આ વખતે આવ્યા છે.
► 85.3 લાખ છે. આ વખતે ફર્સ્ટ ટાઈમ (1919 વર્ષ) મતદાતા બનનાર મહિલાઓ
► 12 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં મહિલા વોટર પુરુષોની તુલનામાં વધુ 928 હતો. નેશનલ લેવલ પર વોટરો વચ્ચે જેન્ડર રેશિયો 2019માં હવે 948 છે.
► 47.7 ટકા હતો મહિલા વોટરોનો કુલ હિસ્સો મતદાતાઓમાં (2009માં)
► 48.6 ટકા છે મહિલા વોટરોનો હિસ્સો કુલ મતદાતાઓમાં (2024માં)

વોટ આપવામાં વધ્યો દબદબો
► 64 સીટો પર પુરુષોની તુલનામાં મહિલાઓના વધુ વોટ પડયા 2009માં
► 97 સીટો પર પુરુષોની તુલનામાં મહિલાઓના વધુ વોટ આપ્યા 2014માં
► 143 સીટો પર પુરુષોની તુલનામાં વધુ મહિલાઓએ વોટ નાખેલો 2019માં
► વોટના ટકા પણ સતત વધ્યા: 2009માં પુરુષોના વોટના ટકા 60.3 અને મહિલાઓના 55.8 ટકા હતા.
► 2014માં પુરુષોનો વોટનો આંકડો 67.1 ટકા અને મહિલાઓનો 65.6 ટકા રહ્યો.
► 2019માં મહિલાઓ 67.2 ટકા વોટની સાથે પુરુષો (67 ટકા)થી આગળ નીકળી જશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj