(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)
મોરબી તા 28
આમરણ નવા ડાયમંડ નગરમાં દિલીપભાઈ ભોરણીયાના મકાનમાં ભાડે રહેતા ધ્રુવરાજસિંહ ગોવિંદસિંહ ચૌહાણ જાતે રાજપૂત (25) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક, પરેશભાઈ વિશાભાઈ દેવીપુજક અને કારાભાઇ વીશાભાઇ દેવીપુજક રહે. બધા આમરણ વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજકનું છેલ્લા છ મહિનાનું 2790 રૂપિયાનું વીજ કંપનીનું બિલ બાકી હતું જે જમા નહીં કરાવતા ફરિયાદી વીજ કંપનીના કર્મચારી હોય તેની ફરજના ભાગરૂપે આરોપીના ઘરે જઈને તેને ઈલેક્ટ્રીક કરેક્શન કાપી નાખતા આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના શર્ટનો કાંઠલો પકડી તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ગળાના ભાગની આજુબાજુમાં ઈજા કરી હતી તેમજ તેની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા હુમલો કરનાર અણદાભાઈ વિસાભાઇ થારૂકિયા (70) કાળો ઉર્ફે નરેશ અણદાભાઈ થારૂકિયા (34) અને પરેશ અણદાભાઈ થારૂકિયા (36) રહે. ત્રણેય આમરણ તા.જી.મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ત્રણ મહિલાઓને ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા દેવિકાબેન હસમુખભાઈ પરમાર (ઉમર 51) તેમજ સામેના પક્ષના કંચનબેન લલીતભાઈ પરમાર (37) અને ગાયત્રીબેન લલીતભાઈ પરમાર (18) નામની ત્રણ મહિલાઓને સામસામી મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મજૂર યુવાન સારવારમાં
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ અતિથિ પેપર મીલમાં કામ દરમિયાન ઉંચાઈએથી નીચે ફટકાતા નિશાળ અલી નામના 34 વર્ષના મજૂરને બીજાઓ થઈ હતી જેથી મોરબીના સામા કાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy