ગુજરાત ટાઈટન્સે શમીના સ્થાને સંદીપ વારિયરને લીધો

India, Gujarat, Sports | 21 March, 2024 | 03:18 PM
સાંજ સમાચાર

મુંબઈ,તા.21
ગુજરાત ટાઈટન્સના ધાકડ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દેવાઈ છે. શમી ઈજાને કારણે IPL 2024 નહીં રમે. ગુજરાત ટાઈટન્સે શમીની જગ્યાએ કેરળના સંદીપ વારિયરને સામેલ કર્યો છે. તેણે IPL માં કુલ 5 મેચ રમી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લે 2021માં મેદાનમાં ઉતર્યો હતો.

શમીએ IPL  2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. તો મુંબઈ ઈન્ડિયન્સે ઈજાગ્રસ્ત દિલશાન મદુશંકાની જગ્યાએ સાઉથ આફ્રિકાના 17 વર્ષના પેસર ક્વેના મફાકાને સ્કવોડમાં સામેલ કર્યો છે. શ્રીલંકાનો ફાસ્ટ બોલર મદુશંકા બાંગ્લાદેશ સીરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો.

IPL ની 17મી સીઝન 22 માર્ચથી શરુ થઈ રહી છે. IPL એ બુધવારે નિવેદન જાહેર કરી જણાવ્યું કે- ગુજરાત ટાઈટન્સે શમીના રિપ્લેસમેન્ટ તરીકે 32 વર્ષના ફાસ્ટ બોલર સંદીપ વારિયરને સામે કર્યો છે. શમીએ હાલમાં જ એડીની સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને તે રિકવર થઈ રહ્યો છે.

વારિયર 50 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ પર જીટીમાં સામેલ થયો છે. તો મદુશંકા ઈજાગ્રસ્ત હોવાને કારણે આગામી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ડાબા હાથના ફાસ્ટ બોલર મફાકા 50 લાખ રુપિયામાં એમઆઈમાં સામેલ થયો છે.

મફાકાએ ICC અંડર-19 વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. તેણે બે વખત પાંચ વિકેટ હોલ અને એક વખત ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj